છૂટી ગયો જીવનનો દોર / દેવધર રોપ-વે બચાવ દરમિયાન હેલીકૉપટરમાં ચડતી વખતે યુવકનો હાથ છૂટ્યો, 14 જિંદગી હવામાં લટકી : જુઓ કાળજું કંપવાવનારો વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

ઝારખંડના દેવઘરમાં ત્રિકૂટ પહાડના રોપ-વે પર હજુ પણ 14 જિંદગી હવામાં લટકી રહી છે. તેમને બચાવવા માટે સેના, વાયુસેના અને NDRFએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું.સોમવારે સાંજે અંધારાને લીધે રેસ્ક્યુ ઓપરેશનને અટકાવવું પડ્યું હતું. સોમવારે બપોરે 12 વાગે MI-17 હેલિકોપ્ટરની મદદથી ફરી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.

અત્યાર સુધીમાં 33 શ્રદ્ધાળુને બચાવવામાં આવ્યા છે. 14 લોકો હજુ પણ ફસાયેલા છે. બે વ્યક્તિનું મોત થયું છે. બીજી બાજુ બચાવ કામગીરી સમયે સાંજે સાડા પાંચ વાગે 48 વર્ષિય પર્યટકનું હેલિકોપ્ટરમાં ચડતી વખતે સેફ્ટી બેલ્ટ તૂટી ગયો હતો. તેને લીધે તે આશરે દોઢ હજાર ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તે કેબિન નંબર-19માં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે 4 વાગે ત્યારે દુર્ઘટના ઘટી, જ્યારે પહાડ પર બનેલા મંદિરની એક બાજુ 26 ટ્રોલી રવાના કરવામાં આવી હતી. એને કારણે તાર પર અચાનક વજન વધી ગયું અને રોલર તૂટી ગયું. ત્રણ ટ્રોલી પહાડને અથડાઈ ગઈ. એને કારણે બે ટ્રોલી નીચે પડી ગઈ, જેમાં 12 લોકો ઘાયલ થયા છે અને 2 લોકોનાં મોત થયા છે. બીજી બાજુ બાકી ટ્રોલીઓ એકબીજાને અથડાઈ હતી. અત્યારે અમુક ટ્રોલીઓ ફસાયેલી છે અને એમાં 21 શ્રદ્ધાળુ છે, તેમાં નાના બાળકો અને મહિલાઓ પણ છે.

આખી રાત લોકો હવામાં લટકતા રહ્યા હતા. જોકે તેમણે ડર્યા વગર એકબીજા સાથે વાતો કરવાનું ચાલુ રાખ્યું હતું. સવાર થતાં જ સેનાએ ફરી રેસ્ક્યૂ શરૂ કર્યું છે. સવારે અંદાજે સાડાછ વાગે વાયુ સેનાનું હેલિકોપ્ટર પહોંચી ગયું હતું. એમાં કમાન્ડો પણ હાજર હતા. હેલિકોપ્ટરે ઓપરેશન શરૂ કરતાં પહેલાં વાતાવરણનો સર્વે કરી લીધો હતો. હવામાં અટકેલા ટ્રોલીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત નીચે ઉતારવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

કેબિન જમીનથી અંદાજે 2500 ફૂટની ઊંચાઈ પર છે. જોકે રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરતાં પહેલાં સુરક્ષાની પૂરતી ખાતરી કરવામાં આવી રહી છે. દુર્ઘટનામાં ફસાયેલા લોકોની ઓળખ દેવઘરના અમિત કુમાર, ખુશ્બૂ કુમારી, જયા કુમારી, છઠી લાલ શાહ, કર્તવ્ય રામ, વીર કુમાર, નમન, અભિષેક, ભાગલપુરના ધીરજ, કૌશલ્યા દેવી, અન્નુ કુમારી, તનુ કુમારી, ડિમ્પલ કુમાર, માલદાના પુતુલ શર્મા, સુધીર દત્તા, સૌરવ દાસ, નમિતા, વિનય દાસ તરીકે કરવામાં આવી છે.

ટ્રોલીમાં ફસાયેલા લોકોએ આખી રાત એકબીજા સાથે વાતો કરીને સમય પસાર કર્યો હતો. એકબીજાને હિંમત આપી હતી. સવારે અંદાજે 5 વાગે ફરી રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું છે. મોડી રાતે કેબિનમાં ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે.

જોકે ઘણા લોકો સુધી ખાવાનું અને પાણી પહોંચાડી શકાયું નથી. NDRFની ટીમે ઓપન ટ્રોલીથી પેકેટ કેબિનમાં ફેંકવાનો પ્રયત્ન કર્યો છે. બધાની હિંમત વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાંસદ ડૉ. નિશિકાંત દુબે, પોલીસ અધિકારી સહિત દરેક અધિકારીએ ઘટનાસ્થળે કેમ્પ કર્યો છે.

ત્યાર પછી સવારે સેના અને ITBPની ટીમ બચાવકાર્ય માટે ત્રિકૂટ રોપ-વે પહોંચી હતી. પોતાના લોકો સકુશળ પરત આવે એ માટે પરિવારના લોકોએ પણ આખી રાત રાહ જોઈ હતી. બિહારથી પણ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/12/62-deoghar-videopunita_1649739293/mp4/v360.mp4 )

ઝારખંડના પર્યટનમંત્રી હફીઝુલ હસને કહ્યું હતું કે રોપ-વેનું સંચાલન કરનાર દામોદર વૈલી કોર્પોરેશનને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. રોપ-વેનું દોરડું કેવી રીતે તૂટ્યું, એનું મેઈન્ટેનન્સ કેવી રીતે થઈ રહ્યું છે, આ દરેક મુદ્દાની તપાસ કરાવવામાં આવશે. આગામી સમયમાં પર્યટકોની સુરક્ષા માટે એક વૈકલ્પિક રસ્તો પણ બનાવવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.