ચૂંટણી જીતવા કેજરીવાલનો માસ્ટર પ્લાન / જુઓ CM કેજરીવાલે આ રાજ્યમાં યુવાનોની બેરોજગારી માટે કરી મોટી જાહેરાત : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

આમ આદમી પાર્ટી (AAP)એ ગોવા માટે એક મોટું ચૂંટણી વચન આપ્યું છે. ચૂંટણીપ્રચાર માટે ગોવા પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો ગોવામાં તેમની સરકાર બનશે તો તેઓ દરેક યુવાનને રોજગાર આપશે. જો તેઓ કોઈને રોજગાર આપવામાં અસમર્થ હોય તો તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ સિવાય 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે.

પીએમ મોદીએ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યુંઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે. પીએમ મોદીએ ખુદ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. પીએમ મોદીએ મારા અને મનીષ સિસોદિયા પર દરોડા પાડ્યા. અમારા 21 ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી અને 400 ફાઈલો તપાસવામાં આવી પરંતુ અમારી વિરુદ્ધ કંઈ મળ્યું નહીં. અમે ભ્રષ્ટાચાર કરતા નથી. જો ગોવામાં સરકાર બનશે તો અમે ઘણી ઈમાનદારીથી સરકાર ચલાવીશું.

ભાજપ-કોંગ્રેસ કુળ એક છેઃ કેજરીવાલ
CM અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગોવામાં એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસની સરકાર બની ચૂકી છે. હવે બંને એક પાર્ટી બની ગયા છે. કોંગ્રેસના તમામ લોકો પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે. તેમનું કુળ એક જ છે પરંતુ લોકો પરિવર્તન ઈચ્છે છે.

ગોવામાં 6 મહિનામાં ખાણકામ શરૂ થશેઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે માઈનિંગમાં ઘણા લોકોને અંગત રસ છે. એવું ન થઈ શકે કે આ લોકો માઈનિંગ શરૂ કરવા માંગતા હોય અને માઈનિંગ શરૂ ન થાય. અમારો ઈરાદો સ્પષ્ટ છે. ગોવામાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 6 મહિનામાં અમે માઈનિંગ શરૂ કરીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગોવાની સ્થિતિ માટે તમામ પાર્ટીઓ જવાબદાર છે. એવામાં આમ આદમી પાર્ટી જનતામાં નવી આશા બનીને ઉભરી છે. દિલ્હીમાં અમારી સરકારે શિક્ષણના ક્ષેત્રમાં ઘણું સારું કામ કર્યું છે. જો ગોવામાં અમારી સરકાર બની તો સારી શિક્ષણ વ્યવસ્થા લોકોને ઉપલબ્ધ કરાવીશું..

પોતાની પાર્ટીને દેશની સૌથી ઈમાનદાર પાર્ટી ગણાવી
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે. PM મોદીએ પોતે જ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. PM મોદીએ મારા અને મનીષ સિસોદિયા વિરુદ્ધ દરોડા પાડ્યા. અમારા 21 ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી અને 400 ફાઈલ તપાસવામાં આવી હતી, પરંતુ અમારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી. અમે ભ્રષ્ટાચાર કરતા નથી. જો ગોવામાં સરકાર બનશે તો અમે ઘણી ઈમાનદારીથી સરકાર ચલાવીશું.

CM અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગોવામાં એકવાર ભાજપ અને એકવાર કોંગ્રેસ સરકાર રહી ચૂકી છે. હવે બંને એક પક્ષ બની ગયા છે. કોંગ્રેસના તમામ લોકો પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે. તેમનું કુળ એક જ છે, પરંતુ લોકો પરિવર્તન ઈચ્છે છે.

10 માર્ચે પરિણામ આવશે
ઉલ્લેખનીય છે કે ગોવા વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણી આયોગ જાહેર કરી ચૂકી છે. ગોવાની 40 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી થશે. 14 ફેબ્રુઆરીએ ગોવામાં મતદાન થશે, જ્યારે 10 માર્ચે પરિણામ આવશે. ગોવા સાથે દેશનાં અન્ય ચાર રાજ્ય ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને પંજાબમાં પણ 10 માર્ચે જ મતગણતરી થશે.

અત્યારસુધી 25 ઉમેદવારની જાહેરાત AAP કરી ચૂકી છે
ગોવા વિધાનસભા ચૂંટણી માટે AAPએ અત્યારસુધી 40 વિધાનસભા સીટોમાંથી 25 સીટ માટે ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી ચૂકી છે. AAPના ત્રીજા લિસ્ટમાં 5, જ્યારે બીજા લિસ્ટમાં 10 ઉમેદવારોનાં નામોની જાહેરાત કરાઈ હતી, જ્યારે પહેલા લિસ્ટમાં 10 ઉમેદવારનાં નામોની જાહેરાત કરાઈ હતી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/16/73_1642331163/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.