હવે યુપીમાંથી કો-રોના જતો જ રહેશે એવું CM: યોગી આદિત્યનાથે કહ્યું અને કેસો બેકાબૂ બનતાં CM શ્રદ્ધા તરફ વળ્યા, અને અહીં કરાવ્યો રૂદ્રાભિષેક

ઇન્ડિયા

ભયાનક સ્થિતિ છે UPમાં છતાં પણ યોગી મોટી મોટી વાતોમાંથી બહાર જ નથી આવતા.

ઉત્તર પ્રદેશને કો-રોના સંકટમાંથી મુક્તિ અપાવવા યોગી આદિત્યનાથે સોમવારે ગોરખપુરમાં રૂદ્રાભિષેક કર્યો.

ગોરખનાથ મંદિરમાં એક કલાક સુધી ચાલેલી પૂજા દરમિયાન યોગીએ શિવલિંગ પર ૧૧ લિટર દૂધ અને ૫ લિટર જળનો અભિષેક કર્યો. આ પૂજા દરમિયાન આઠ બાય દસની નાની રૂમમાં ૧૨ લોકો હાજર હતા ને કોઈએ માસ્ક નહોતા પહેર્યા.

રૂદ્રનો અર્થ દુ:ખોનું શમન કરનારા એવો થાય છે.

મંદિરના મુખ્ય પૂજારી રામાનુજ ત્રિપાઠી સહિત પાંચ બ્રાહ્મણે યોગીને કો-રોનાના વિનાશ અને લોકોના કલ્યાણના સંકલ્પ સાથે પૂજા કરાવી. ત્રિપાઠીનો દાવો છે કે, રૂદ્રનો અર્થ દુ:ખોનું શમન કરનારા એવો થાય છે. યોગીજીએ આ રૂદ્રકનો અભિષેક કર્યો છે તેથી હવે યુપીમાં કો-રોના જતો જ રહેશે.

ધાર્મિક વિધી દ્વારા કો-રોનાને ભગાવવા નિકળ્યા CM: યોગી આદિત્યનાથ

યુપીમાં લોકોની હાલત ખરાબ છે ત્યારે યોગી આરોગ્યની સુવિધાઓ ઉભી કરવાના બદલે ધાર્મિક વિધી દ્વારા કો-રોનાને ભગાવવા નિકળ્યા છે તેની ટીકા થઈ રહી છે. વિશ્લેષકોનું કહેવું છે કે, ધાર્મિક માન્યતા અંગત શ્રધ્ધાની બાબત છે. યોગીએ તેને પોતાના સુધી મર્યાદિત રાખવી જોઈએ. કોરોના સામે લડવા માટે તો મેડિકલ એક્સપર્ટ્સ કહે એ જ રસ્તા અપનાવવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *