પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે CNG ગેસ વાળી ગાડીઓની માંગ વધી, જાણો કઈ કંપની ફાવી ગઈ: હ્યુન્ડાઈ કે સુઝુકી

ઇન્ડિયા ટોપ ન્યૂઝ
  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા પછી CNG કારોનું વેચાણ વધ્યુ
  • મારુતિની અર્ટિગાનું સીએનજી મોડલ ભારતીય ગ્રાહકોની પહેલી પસંદ
  • હ્યૂન્ડાઇએ ગ્રાન્ડ આઇ10 નિયોસનું CNG મોડલ બહાર પાડ્યું છે

દેશમાં આ વર્ષે સીએનજી કારો (CNG Cars)ના વેચાણમાં ધરખમ વધારો આવ્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ પટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને માનવામાં આવે છે. દેશમાં હાલમાં મોટાભાગની કંપનીઓની કાર સીએનજી ઓપ્શન સાથે વેચાય રહી છે. આ સિવાય માર્કેટમાં અલગથી સીએનજી કીટ પર મળી રહે છે. પરંતુ આ સેગમેન્ટમાં મારુતિ (Maruti Suzuki) અને હ્યૂન્ડાઇ (Hyundai)ની કંપની ફીટેડ સીએનજી કારોનું વેચાણ નોધનીય સ્તરે છે. આ બંને ઓટો કંપનીઓની કારો ઓટો માર્કેટમાં આગવુ સ્થાન ધરાવે છે. જેનો પ્રતિસાદ એમના સીએનજી મળી રહ્યો છે.

મારુતિએ નાની હેચબેક કાર સાથે મોટી ફેમિલી માટે 7 સીટર એમપીવી મારુતિ અર્ટિગા (Ertiga)ને સીએનજી ઓપ્સનમાં રજૂ કરી છે તો હ્યૂન્ડાઇએ પણ એની બેસ્ટ સેલિંગ આઇ 10 નિયોસ (i 10 Nios)નું સીએનજી મોડલ બહાર પાડ્યું છે. આ સિવાય પણ બંને કંપનીઓની સીએનજી કારો છે જેમની એવરેજ સારી હોવાની સાથે-સાથે કસ્ટમર રિવ્યૂ પણ સારા મળી રહ્યા છે.

મારુતિ સુઝુકીએ સીએનજી સેગમેન્ટમાં અનેર નાની- મોટી કાર લોન્ચ કરી છે. જે હેચબેક, સિડાન અને એમપીવી સેગમેન્ટની છે. આ પૈકી મોટા ફેમિલી માટે અર્ટિગાની પસંદ ખરી ઉતરી રહી છે. દેશના ઓટો માર્કેટમાં મારુતિની સીએનજી અર્ટિગા એનું સ્થાન જમાવી ચૂકી છે. આ કારની કિંમતની વાત કરીએ તો એના સીએનજી વીએક્સઆઇ મેન્યુઅલ (Ertiga VXi Manual CNG) વેરિયન્ટની એક્સ શો રુમ કિંમત 9.66 લાખ રુપિયાથી શરૂ થાય છે. આ કારની એવરેજ 26.08 કિમી પ્રતિ કિલોગ્રામ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કંપનીએ સિવાય બેસ્ટ સેલિંગ કાર ઓલ્ટો 800 ને પણ સીએનજીમાં લોન્ચ કરી છે.

મારિુતિએ સ્વિફ્ટ ડિઝાયર ટૂર સીએનજી સિડાન કાર પણ લોન્ચ કરી છે. જેના શરૂઆતના મોડલની એક્સ શો રુમ કિંમત 6.92 લાખથી શરૂ થાય છે. કંપની દાવો કરી રહી છે કે આ કારની એવરેજ 26.55 કિમી પ્રતિ કિલોગ્રામ સુધીની છે. આ કાર ટૂરિઝમ માટે સૌથી બેસ્ટ વિકલ્પ તરીકે ઉભરી આવી છે.

સીએનજી સેગમેન્ટમાં હ્યૂન્ડાઇએ પણ દમદાર કાર રજૂ કરી છે. જેમાં ગ્રાન્ડ આઇ 10 નિયોસ સામેલ છે. આ કાર કંપનની બેસ્ટ સેલિંગ કાર છે, જેના મેગ્ના સીએનજી મેન્યુઅલ મોડલની એક્સ શો રુમ કિંમત 6.99 લાખ છે. આ કારની એવરેજ 28 કિમી સુધીની હોવાનો કંપની દાવો કરી રહી છે. ગ્રાન્ડ આઇ 10 સ્પોર્ટ્સ સીએનજી મોડલની એક્સ શો રુમ કિંમત 7.53 લાખ છે. રિપોર્ટ મુજબ આવનારા સમયમાં કંપની અન્ય સીએનજી કાર લોન્ચ કરી રહી છે. કંપનીની એક્સેન્ટ પ્રાઇમ ટી પ્લસ સીએનજી પણ ભારતીય ગ્રાહકો માટે સારો વિકલ્પ છે. જેની મેન્યુઅલ મોડલની એક્સ શો રુમ કિંમત 7.25 લાખ રુપિયા છે. આ કારની એવરેજ 25.4 કિમી પ્રતિ કિલોગ્રામ સુધીની હોવાનું માનવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.