આલે લે તારે / 50 પૈસાના સિક્કાની ટોપલી ભરી RMCમાં વેરો ભરવા પહોંચ્યા એક ભાઈ, જુઓ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે અજીબો ગરીબ ઘટના સામે આવી. એક બ્રાહ્મણ કરદાતા 50 પૈસાના સિક્કા લઈને કરવેરો ભરવા પહોંચ્યા હતા. જોકે સિક્કાની ટોપલી જોઈને રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓની આંખો ખુલ્લી જ રહી ગઈ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો લોકો ડીઝીટલ ભરે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.

જે મિલકત ધારકો પોતાનો મિલકત વેરો ડિજિટલ ભરે છે તેને વળતર પણ આપવામાં આવે છે. જોકે આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરીના સિવિક સેન્ટરમાં મિલકત વેરો ભરવા કરદાતા હેમેન્દ્રભાઈ ભટ્ટ સિક્કાની ટોપલી લઈને પહોંચ્યા હતા. 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા હોવાથી પહેલા તો વેરો સ્વીકારવાની કર્મચારી દ્વારા મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.

જોકે ટેક્સ બ્રાન્ચના અધિકારીએ બેન્ક પાસેથી 50 પૈસા સ્વીકારશે તેવી પરવાનગી લીધા બાદ મિલકત વેરો સ્વીકારવામાં આવ્યો હતો. હેમેન્દ્રભાઈ ભટ્ટે કહ્યું હતું કે, તેઓ બ્રાહ્મણ કામ કરે છે જેથી પૂજા, પાઠ અને કર્મકાંડ સમયે જે પરચુરણ આવે છે તે લઈને તેઓ રૂ. 1800 નો વેરો ભરવા માટે આવ્યા હતા. તેમાં 1200 રૂપિયાના સિક્કા હતા.

જ્યારે 600 રૂપિયાની ચલણી નોટ હતી. તેમ છતાં કર્મચારીઓએ 50 પૈસાના સિક્કા લેવાનો ઇન્કાર કરી દીધો હતો. ચલણમાં 50 પૈસાના સિક્કા ચાલે છે તેવી દલીલના અંતે તેમનો વેરો સ્વીકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં રૂ. 10ના સિક્કા પણ કોઈ વેપારીઓ કે પછી કચેરીઓમાં સ્વીકારવામાં આવતા નથી.

આવા સમયે 50 પૈસાના સિક્કાની ટોપલી લઈને હેમેન્દ્રભાઈ ભટ્ટ મિલ્કત વેરો ભરવા આવતા ટેક્સ બ્રાન્ચના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. અંતે બેન્ક આ 50 પૈસાના સિક્કા સ્વીકારશે તેવી ખાત્રી કોર્પોરેશનને મળતા હેમેન્દ્રભાઈનો મિલકત વેરો સ્વીકારવામાં આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *