‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિવાદમાં મોટો ધડાકો / શું કોમેડી કિંગ કપિલ શર્મા શોમાં ફિલ્મને પ્રમોટ કરવાની ના પાડી હતી? જુઓ અનુપમ ખેરે કર્યો એવો ધડાકો કે ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીનું થયું પોપટ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ બોલિવૂડ

કોમેડી કિંગ કપિલ શર્મા કોઈને કોઈ વાતે વિવાદમાં રહેતો હોય છે. જોકે, આ વખતે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કારણે સતત ટ્રોલ થઈ રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્મા પર આક્ષેપ મૂક્યો હતો કે કોમેડિયને શોમાં ફિલ્મને પ્રમોટ કરવા માટે આમંત્રણ આપ્યું નહોતું. કપિલ શર્મા વિરુદ્ધ આ નિવેદન આપ્યા બાદ કોમેડિયન સતત સો.મીડિયામાં ટ્રોલ થઈ રહ્યો છે. હવે અનુપમ ખરે આ મુદ્દે વાત કરી છે અને સત્ય શું છે તે કહ્યું છે.

શું કહ્યું અનુપમ ખેરે?
‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં કામ કરનાર એક્ટર અનુપમ ખેરે કહ્યું હતું કે શોમાં ફિલ્મને પ્રમોટ કરવા માટે 2 મહિના પહેલાં જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, ફિલ્મ ગંભીર મુદ્દા પર બની છે અને તેથી જ તેઓ શોમાં જવા માગતા નહોતા.

ઇન્ટરવ્યૂમાં અનુપમ ખેરને સવાલ કરવામાં આવ્યો હતો કે કપિલનો શો કોમેડી છે અને તમને લાગે છે કે તે માહોલમાં આટલા ગંભીર મુદ્દાની ચર્ચા શક્ય હતી? આના જવાબમાં અનુપમ ખેરે કહ્યું હતું કે ઈમાનદારીથી કહું તો શો માટે ફોન આવ્યો હતો, પરંતુ તેમણે પોતાના મેનેજરને કહ્યું હતું કે આ ફિલ્મ ગંભીર છે અને તેથી તે જઈ શકશે નહીં. તે અહીંયા પોતાની વાત કહેવા માગે છે કે બે મહિના પહેલા જ આ રીતનો ફોન આવ્યો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે તમે આવો, પરંતુ તેમને લાગ્યું કે આ શો ફની છે. અને ફની શોમાં આ પ્રકારની વાતો કરવી મુશ્કેલ છે.

અનુપમ ખેરે સ્પષ્ટ કર્યું કે કપિલે શોમાં ફિલ્મ પ્રમોટ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ ફિલ્મ ગંભીર હોવાથી અને શો કોમેડી હોવાથી તેઓ ગયા નહીં.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલે અનુપમ ખેરને થેંક્યૂ કહ્યું
કપિલે પોતાના પર લાગેલા આરોપોની સચ્ચાઈ દુનિયા સમક્ષ લાવવા બદલ અનુપમ ખેરનો આભાર માન્યો છે. કપિલે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘થેંક્યૂ પાજી અનુપમ ખેરે મારા વિરુદ્ધ તમામ ખોટો આરોપોની ચોખવટ કરી છે અને તે તમામ મિત્રોનો આભાર, જેમણે સત્ય જાણ્યા વગર આટલો પ્રેમ કર્યો. ખુશ રહો, હસતા રહો.’

વિવેકે શું કહ્યું હતું?
એક યુઝરે સો.મીડિયામાં વિવેકને કહ્યું હતું કે તેણે આ ફિલ્મનું પ્રમોશન કપિલ શર્માના શોમાં કરવું જોઈએ. આ યુઝરે કપિલને પણ વિનંતી કરી હતી કે તે આ ફિલ્મનું પ્રમોશન તેના શોમાં કરે. જોકે, વિવેકે આ પોસ્ટ પર જવાબ આપ્યો હતો અને કહ્યું હતું, ‘હું આ અંગે કોઈ નિર્ણય ના લઈ શકું કે કપિલ શર્માએ શોમાં કોને બોલાવવા જોઈએ, આ પૂરી રીતે કપિલ શર્મા તથા શોના પ્રોડ્યૂસર પર નિર્ભર છે. જ્યાં સુધી બોલિવૂડની વાત છે તો હું એ કહેવા માગીશ કે ક્યારેક અમિતાભ બચ્ચને ગાંધી માટે કહ્યું હતું, ‘તે રાજા છે અને અમે રંક છીએ.’ વિવેકે આ વાત કહીને શોના પ્રોડ્યૂસર સલમાન ખાન તથા કપિલ શર્માને આડેહાથ લીધા હતા. વિવેકના આ જવાબ બાદ સો.મીડિયા યુઝર્સે કપિલ શર્માને ટ્રોલ કર્યો હતો.

ટ્રોલિંગ પર કપિલે જવાબ આપ્યો હતો
સો.મીડિયામાં એક યુઝરે કપિલને સવાલ કર્યો હતો, ‘કપિલ કેમ ‘કાશ્મીર ફાઇલ્સ’ને પ્રમોટ કરવામાં ડરી ગયો? કઈ વાતનો ડર હતો? વિવેક તથા તેમની ફિલ્મની સ્ટાર-કાસ્ટને શોમાં આવવા માટે કેમ આમંત્રણ ના આપ્યું? હું તારો ઘણો જ મોટો પ્રશંસક છું, પરંતુ આ વખતે મને તથા હજારો ચાહકોને નિરાશ કર્યા છે. તારો બોયકોટ કરું છું.’ આ પોસ્ટ પર કપિલે જવાબ આપતા કહ્યું હતું, ‘આ સાચું નથી. તમે પૂછ્યું એટલે જણાવ્યું, બાકી જેમણે સાચું માની લીધું છે, તેમને ચોખવટ કરવાથી શું ફાયદો. એક અનુભવી સો.મીડિયા યુઝર હોવાને કારણે એક સલાહ આપું છું કે આજના સો.મીડિયા વર્લ્ડમાં ક્યારેય એક પક્ષની વાત પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. આભાર.’

બોક્સ ઓફિસ પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ધૂમ
આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઈ છે. ફિલ્મને અભિષેક અગ્રવાલે પ્રોડ્યૂસ કરી છે અને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોષી, મિથુન ચક્રવર્તી મહત્ત્વના રોલમાં છે. ફિલ્મે ચાર દિવસમાં 42.20 કરોડની કમાણી કરી છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.