સુરતમાં એક વકીલની સરાહનીય કામગીરી / જાગૃત નાગરિક એવા એડવોકેટ મેહુલ બોઘરાએ PSIને કરાવ્યું કાયદાનું ભાન, રસ્તા વચ્ચે મુકેલી કાળા કાચ વાળી ગાડી ક્રેનથી ઉંચકાવી : જોઈલો વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

શું ફક્ત સામાન્ય જનતા જ ટ્રાફિકના નિયમો(Traffic rules)નું ઉલ્લંઘન કરે છે? ના એવું નથી. ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારા લોકો પણ નિયમોનું ઉલ્લંઘન કરે છે. હા, ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં જાગૃત નાગરિક એડવોકેટ મેહુલ બોઘરા(Advocate Mehul Boghra)એ તારીખ 28/10/2021 એટલે કે આજ રોજ બપોરના 12:00 આસપાસ સરથાણા પોલીસ સ્ટેશન(Sarthana Police Station)ની સામે એક સ્કોર્પીઓ ગાડી ઉભેલી હતી જેમાં તેમણે બ્લેક ફિલ્મ લગાવેલી જોઈ હતી. ફક્ત બ્લેક ફિલ્મ જ નહિ પરંતુ આ કાર રોંગ સાઈડમાં પણ ઉભી હતી અને સાથે આ કારમાં પોલીસ નામની નેમ પ્લેટ પણ લાગેલી હતી.

જેથી એડવોકેટ મેહુલ બોઘરાએ જાગૃત નાગરિક તરીકે યોગ્ય તપાસ કરતા તે ગાડી સરથાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જેબલિયાની હોવાની સામે આવી હતી. જે ગાડી અંગે મેહુલ બોઘરાએ પરીવહન એપમાં વધુ તપાસ કરતા તે ગાડીમાં વીમા પોલીસી, પી. યુ. સી. પણ એક્સપાયર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે એક જાગૃત નાગરિક તરીકે મેહુલ બોઘરા દ્વારા ટ્રાફિક શાખામાં ફરિયાદ કરી સ્કોર્પીઓ ગાડી ટોવિંગ કરાવી તમામ પ્રકારના દંડ વસુલ કરવાની રજૂઆત કરવામાં અવી હતી.

વધુમાં એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું હતું કે, યુનિફોર્મ પહેરીને પોતાને કાયદાથી ઉપર સમજતા અને કાયદાઓના ભંગ કરતા એક પણ પોલીસ કર્મચારીઓને છોડવામાં આવશે નહીં તેની હું ખાતરી આપુ છું. સાથે વધુમાં જણાવતા કહ્યું હતું કે, જો સામાન્ય જનતા પાસે નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય તો પોલીસ કર્મચારીઓને પણ કાયદાનું ભાન થવું જોઈએ.

ત્યારે મહત્વનું છે કે, જો સામાન્ય જનતાને તમામ નિયમો લાગુ પડતા હોય તો જે કાયદાનું પાલન કરાવે છે તે વ્યકિત જ કાયદાનું ઉલ્લંઘન કરે તે કેટલું યોગ્ય કહી શકાય? કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બનીને બેઠા રહેશે તો સામાન્ય જનતાને જોવું જ રહ્યું. નિયમો ફક્ત જનતા માટે નહિ પરંતુ જે નિયમોનું પાલન કરાવે છે તે વ્યક્તિને પણ નિયમોનું પાલન કરાવવું જરૂરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈 👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.