બાપુ બરોબરના હલવાયા / મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજની ખજુરાહોમાંથી ધરપકડ, જુઓ હવે એવી હાલત થશે કે તમે વિચારી પણ નઈ શકો…

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અપશબ્દો કહેનાર કાલીચરણ મહારાજની મધ્યપ્રદેશના ખજૂરાહોમાંથી ધરપકડ કરાઈ છે. રાયપુર પોલીસે ગુરુવારે વહેલી સવારે 4 વાગ્યે ખજુરાહોથી 24 કિલોમીટર દૂર બાગેશ્વરધામમાં ભાડાના મકાનમાંથી તેમની ધરપકડ કરી છે. કાલીચરણ સામે રાયપુર અને પુણેમાં કેસ નોંધાયા હતા.

કાલીચરણે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મ સંસદમાં વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 1947માં આપણે જોયું કે કેવી રીતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર કબજો કરાયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીએ એ સમયે દેશનો સત્યાનાશ કરી દીધો. નમસ્કાર છે નાથુરામ ગોડસેને, જેમણે તેમને મારી નાખ્યા.

કાલીચરણે ગાંધી પર ભગતસિંહ, રાજગુરુની ફાંસી ન રોકવાનો આરોપ લગાવ્યો હતો
તેમણે કહ્યું હતું કે ગાંધીને કારણે જ સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રધાનમંત્રી ન બની શક્યા. જો સરદાર વલ્લભભાઈ પટેલ પ્રધાનમંત્રી બન્યા હોત તો આજે ભારતે અમેરિકાથી પણ વધુ વિકાસ કર્યો હોત. કાલીચરણે મહાત્મા ગાંધી પર વંશવાદને પ્રોત્સાહન આપવા, ભગત સિંહ, રાજગુરુની ફાંસી ન રોકવા જેવા આરોપો લગાવ્યા છે.

વીડિયોમાં કાલીચરણે કહ્યું હતું કે કોઈ રાષ્ટ્રના પિતા ન બની શકે. રાષ્ટ્રપિતા બનાવવા હોય તો છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ અને સરદાર પટેલ જેવા લોકોને બનાવવા જોઈએ, જેમણે રાષ્ટ્રનાં રજવાડાં એકઠાં કરી એક દેશ બનાવવાનું મહાન કામ કર્યું. ગાંધીને દેશના ભાગલા માટે જવાબદાર ગણાવ્યા.

FIR નોંધાયા બાદ શું કહ્યું હતું?
પોતાના પણ FIR નોંધાયા બાદ પણ તેમણે એવું કહ્યું હતું કે મને એનો કોઈ અફસોસ નથી. હું ગાંધીને નફરત કરું છું, મારા હૃદયમાં ગાંધી પ્રત્યે તિરસ્કાર છે. પોતાના હાલના નિવેદનમાં કાલીચરણે ગોડસેને મહાત્મા ગણતાં કહ્યું હતું કે હું ગોડસેને કોટિ-કોટિ નમસ્કાર કરું છું, તેમનાં ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ છે.

કાલીચરણે રાયપુર પોલીસ દ્વારા FIR કરવામાં આવેલા મામલે કહ્યું હતું કે મને જો હકીકત કહેવા બાબતે મૃત્યુદંડની સજા આપવામાં આવે એ સજાનો પણ સ્વીકાર છે. તેમણે છત્રપતિ શિવાજી મહારાજનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તેમણે ધર્મની રક્ષા માટે પોતાનો જીવ આપ્યો હતો તો મારા જેવા તુચ્છ જંતુ જીવીને શું કરશે, મારા જેવા કરોડો કાલીચરણ મરવા માટે તૈયાર છે.

બોડી બિલ્ડિંગ અને સિન્ગિંગનો શોખ
એક સંત, જે બોડી બિલ્ડિંગના શોખીન છે, કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નહીં, પરંતુ ગીત ગાય ત્યારે પ્રોફેશનલ સિંગરની જેમ આલાપ લઈને દરેકને ચોંકાવી દે છે. તેમનું સાચું નામ અભિનિત ધનંજય સરાગ છે. તેઓ ભાવસાર સમાજના છે. તેમના પિતા દવાની દુકાન ચલાવે છે. કાલીચરણ મહારાષ્ટ્રના અકોલામાં સ્થાનીય યુવાઓમાં પ્રસિદ્ધ છે. કાલીચરણ 8માં ધોરણ સુધી ભણ્યા છે. નાનપણમાં મસ્તી કરતો હોવાને કારણે મા-બાપે તેમને તેમની માસીના ઘરે ઈન્દોરમાં મોકલી દીધા હતા.

કાલીચરણ મહારાજ રાજકારણમાં પણ આવેલા છે. 2017માં અકોલાનગર ચૂંટણીમાં તેમણે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ હાર મળી હતી. કાલીચરણ મહારાજ આ અગાઉ શિવતાંડવ સ્ત્રોત્રનો પાઠ કરીને ચર્ચામાં આવ્યા હતા. કાલીચરણ પોતાને કાલીપુત્ર ગણાવે છે. કાલીચરણ દાવો કરે છે કે તેમને કાલી માતાએ દર્શન આપ્યાં હતાં અને એક અકસ્માતમાં ઈજાગ્રસ્ત પગને સાજા કરી આપ્યો હતો.

શું કહ્યું હતું કાલીચરણ મહારાજે ?
કાલિચરણ મહારજે રાયપુરના ધર્મ સાંસદમાં મહાત્મા ગાંધી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઈસ્લામનું લક્ષ્ય રાજરકારણ દ્વારા રાષ્ટ્રને કબ્જે કરવાનું છે. તેઓએ 1947માં અમારી આંખો સામે કબ્જો કરી લીધો હતો. તેમણે પહેલા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર પોતાનો કબ્જો કરી લીધો છે. તેમણે રાજનીતિના માધ્યથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબ્જો મેળવી લીધો છે. હું નાથુરામ ગોડસેને નમન કરું છું. જે તેમણે તેને મારી નાંખ્યો

નિવેદન પર પસ્તાવો નથી- કાલીચરણ મહારાજ
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે કેસ દાખલ થયા બાદ કથિત ધર્મગુરુ કાલીચરણ મહારાજે કહ્યું કે તેમને તેનો કોઈ પસ્તાવો નથી. અહીંના રાવણભાઠા મેદાનમાં રવિવારે સાંજે બે દિવસની ધર્મ સંસદના અંતિમ દિવસે કાલીચરણે પોતાના ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમના હત્યારા નથુરામ ગોડસેની પ્રશંસા કરી હતી.

વાયરલ વીડિયોમાં ટિપ્પણી યોગ્ય ઠેરવી
આજે ધરપકડ પહેલા રાયપુરમાં પોતાના વિરુદ્ધ કેસ દાખલ થયા બાદ કાલીચરણે એક વીડિયો બહાર પાડીને પોતાની ટિપ્પણીઓને યોગ્ય ઠેરવી છે. વીડિયોમાં કાલીચરણે કહ્યું કે ‘ગાંધી વિશે અપશબ્દ બોલવા બદલ મારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. મને તેનો કોઈ પસ્તાવો નથી.’ તેમણે કહ્યું કે ‘હું ગાંધીને રાષ્ટ્રપિતા માનતો નથી. જો સાચું બોલવાની સજા મૃત્યુ હોય તો મને તે સ્વીકાર્ય છે.’


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.