દિલ્હીમાં મોટી દુર્ઘટના / મુંડકા મેટ્રો સ્ટેશન પાસે કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લગતા 26ના મોત, હજુ અનેક લોકો ફસાયાની આશંકા : જુઓ કાળજું કંપી જાય તેવા વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી ત્રણ માળની એક બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. દુર્ઘટનામાં 26 લોકોના મોત નિપજ્યા છે. તો 10 લોકો ગંભીર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બારીઓ તોડીને બિલ્ડિંગની અંદર ફંસાયેલા લોકોને બચાવ્યા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જગ્યા ઘણી જ કન્જેસ્ટેડ હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. ( આગના ભયંકર વિડિઓ નીચે આપેલા છે )

બિલ્ડિંગના બે માળમાં સર્ચિંગ પૂરું થઈ ગયું છે. ત્રીજા માળે સર્ચિગ ચાલી રહ્યું છે. દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે અત્યાર સુધીમાં 19 મૃતદેહ કાઢવામા આવ્યા છે. બિલ્ડિંગમાં સામાન ઘણો જ હતો, જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ આવી. બિલ્ડિંગમાં અનેક કંપનીઓની ઓફિસ હતી. અહીંથી લગભગ 150 લોકોના રેસ્ક્યૂ કરાયા છે.

બિલ્ડિંગમાં ફંસાયેલા 9 જેટલાં ઘાયલોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાહત અને બચાવ કાર્ય માટે 100 લોકો તૈનાત છે. બિલ્ડિંગની બારીઓ તોડીને ધુમાડાની વચ્ચે લોકોને JCB મશીન અને ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા, તો કેટલાંક લોકોને દોરડાંની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે.

હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ છે, જે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે જ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સ્પોટ પર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.આગમાં 60-70 લોકો ફંસાયા હોવાની જાણકારી મળી હતી, જેમાંથી મોટા ભાગના લોકોને બચાવી લેવાયા છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544ની પાસે બનેલી 3 માળની આ કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેનો ઉપયોગ ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડેથી આપી છે.

પોલીસે જણાવ્યું કે આગ બિલ્ડિંગના પહેલા ફ્લોરથી શરૂ થઈ, જ્યાં CCTV કેમેરા અને રાઉટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. પોલીસે કંપનીના માલિકની અટકાયત કરી છે. દિલ્હીમાં થયેલી દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઈમારતમાં જગ્યા ઓછી હતી અને વધારે સંખ્યામાં લોકો કામ કરતા હતા. આ સંજોગોમાં આગ લાગતા ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે લોકો ત્યાંથી ભાગી શક્યા ન હતા અને આ ઘટનાનો શિકાર બન્યા હતા. ગોદામમાં આગ લાગી અને ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું.

( વિડિઓ જોવા માટે અહીં  ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/05/13/90_1652461837/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.