ભાજપ ભડક્યું / કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ગોવામાં લોક-કલાકારો સાથે એવો ડાન્સ કર્યો કે સર્જાયો મોટો વિવાદ, ભાજપે કહ્યું દેશ શોકમાં ડૂબેલો છે અને આ મેડમ….

ઇન્ડિયા

સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું-ભારત શોકમાં ડૂબેલો છે અને ભારતના દુશ્મન નાચવાની તક શા માટે છોડશે…?

ગોવાના પ્રવાસ પર પહોંચેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોક-કલાકારો સાથે ડાન્સ કરી વિવાદોમાં ફસાઈ ગયા છે. આ ડાન્સનો વીડિયો સામે આવ્યા બાદ પ્રિયંકા ગાંધી ભાજપનેતાઓ ઉપરાંત સામાન્ય લોકોના નિશાન પર પણ આવી ગયા છે.

આ વીડિયોને શેર કરતાં ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ પ્રિયંકા ગાંધીની ટીકા કરતાં લખ્યું હતું કે 26/11 સમયે રાહુલ ગાંધીએ પણ મોડી રાત સુધી પાર્ટી કરી હતી. ભાઈની જેમ પ્રિયંકા ગાંધી પણ અત્યારે એવા સમયે ગોવામાં ડાન્સ કરી રહ્યાં છે. જ્યારે સમગ્ર દેશ CDS જનરલ બિપિન રાવતના અંતિમસંસ્કારને લીધે શોકમગ્ન છે. શું કોઈ વાત આનાથી વિશેષ શરમજનક હોઈ શકે છે?

ભાજપ પ્રવક્તાના આકરા પ્રહારો : ભાજપ પ્રવક્તા શહજાદે પણ પ્રિયંકા ગાંધીના વીડિયો અંગે આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું હતું કે એક બાજુ સમગ્ર દેશ વીરોને ગુમાવવા શોકમગ્ન અને દુઃખી છે. અત્યારે તો CDS બિપિન રાવતનાં અંતિમદર્શનના સમયે સમગ્ર દેશની પ્રજાની આંખમાં આંસુ છે. બીજી બાજુ, પ્રિયંકા ગાંધી હસી રહ્યા છે, નાચી રહ્યા છે અને જશ્ન મનાવી રહ્યા છે. તે આ કાર્યક્રમને પોસ્ટ પણ કરી શકે એમ હતાં, પણ તેમણે જાણીજોઈને આમ કર્યું નહીં.

આઘાત પહોંચાડે એવી છે આ તસવીરો : ભાજપના મીડિયા સલાહકાર શલભ મણિ ત્રિપાઠી લખ્યું હતું કે રાષ્ટ્ર ક્ષતિથી જ્યારે સમગ્ર દેશ ગમગીન છે, દુઃખી છે, રડી રહ્યો છે ત્યારે ગોવાથી આવી રહેલી આ જશ્નની તસવીરો હૃદયને આઘાત પહોંચાડી રહી છે. દેશ અને વીર સેના માટે તમારી ભાવના પર આશંકા જન્માવે છે.

યુઝર્સે કહ્યું- તેને દેશ સાથે કોઈ જ મતલબ નથી : ભાજપ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ પણ પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કરી રહ્યા છે. શાલિની તિવારી નામની યુઝરે લખ્યું, આ પરિવારની મૂર્ખામીનો કોઈ અંત જ નથી. શું તેમની ટીમમાં કોઈ સમજદાર વ્યક્તિ છે કે નહીં? પ્રિયંકા દુબેએ કોંગ્રેસનેતાની આકરી ઝાટકણી કાઢતાં લખ્યું- તેમને શું ફરક પડે છે. દિનેશ ચૌધરીએ લખ્યું- તેમને દેશ સાથે કોઈ જ મતલત જ નથી. મંજુ અગ્રવાલે લખ્યું- ભારત શોકમાં ડૂબેલો છે અને ભારતના દુશ્મન નાચવાની તક શા માટે છોડશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.