સૌથી મોટા સમાચાર / કિશન ભરવાડની હત્યાના કેસનું કનેક્શન પાકિસ્તાનનું ખુલતા ખળભળાટ મચ્યો, જુઓ ગુજરાત ATSની ટિમ દિલ્હી જવા રવાના

ટોપ ન્યૂઝ ગુજરાત

ધંધૂકામાં યુવકની હત્યાના તાર પાકિસ્તાન સુધી પહોંચ્યા છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર હોવાનુ ખૂલ્યુ છે. પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે સંગઠનને સીધો સંબંધ છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠનનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું સામે આવ્યુ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટરવાદી હતો. ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાનું કામ કરતો હતો. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે.

ગુજરાત આખામાં અમદાવાદના ધંધુકામાં થયેલ એક હત્યા મામલે રોષ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં પણ લોકોમાં ભારે રોષ છે ત્યારે પોલીસે અમદાવાદના એક મૌલાનાની ધરપકડ કરી લીધી છે જેમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. આ માત્ર એક હત્યા જ નહીં, રાજ્યમાં કટ્ટરતા ફેલાવવાનું ખૂબ મોટું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવતા હવે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.

સીધેસીધું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. કિશનની હત્યા કરનારા આરોપીઓ જેહાદી માનસિકતા ધરાવે છે અને અમદાવાદનો જે મૌલનાના ઝેર ફેલાવવાનો પણ આરોપી છે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આ મૌલાના પાકિસ્તાની સંગઠનો સાથે જોડાયેઓ હતો અને આ મૌલાનાએ જ મસ્જિદમાં બેસીને કિશનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. મૌલાનાએ જ આરોપીઑને હથિયાર આપ્યા હતા જેનાથી કિશનની હત્યા કરી દેવામાં આવી.

તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદનો મૌલાના પોતાના સંગઠન દ્વારા લોકોમાં કટ્ટરવાદ ફેલાવતો હતો અને પાકિસ્તાની સંગઠનો સાથે તેનો સીધો સંબંધ હતો. ગુજરાતમાં ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનો ખેલ છેક પાકિસ્તાનથી ખેલાઈ રહ્યો હતો. આટલા મોટા ખુલાસા બાદ હવે ગુજરાત ATSની બે ટીમો તપાસમાં જોડાઈ ગઈ છે અને વધુ તપાસ તથા પૂછપરછ કરવામાં આવી રહી છે.

કિશનની હત્યાનો પ્લાન કેવી રીતે ઘડાયો?
અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો. હત્યારો શબ્બીર મૌલાના ઐયુબને મળવા અનેકવાર જતો હતો અને કિશનની હત્યા કરવા માટે પ્લાનિંગ કરતાં હતા. ઐયુબ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો જે હત્યા કરવા માટે આપી હતી.

ધંધૂકાના કિશન ભરવાડની હત્યા કેસના તાર છેક પાકિસ્તાન સુધી લંબાયા છે. આ સંસ્થા ગુજરાતમાં જેહાદ માટે પાકિસ્તાની એજન્ડા પર કામ કરે છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર છે. આ સંગઠન પહેલા તહેરિક-એ-ફરૌખે-ઇસ્લામના નામથી ઓળખાતું હતું. આ સંગઠનનોનો સીધો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે છે. પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટી તહરિકે-લબ્બેક સાથે તેને સંબંધ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટટવાદી હતો, અને ખાદીમ રિઝવીનું કામ રાજકીય હત્યાઓ કરાવવાનું છે. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે. ભારતમાં હવે બરલવી આતંકવાદનો ઘુસાડવાનું ષડયંત્ર ચલાવવાનું કામ ચાલે છે.

ધંધુકા આજે બંધ
ધંધૂકામાં 25 તારીખે ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે અને ધંધૂકા બાદ બોટાદ, રાણપુર બંધ રહ્યા પછી આજે શનિવારે બાવળા સંપૂર્ણ બંધનું એલાન હિન્દુ યુવા વાહીની, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે.

ધંધુકા હત્યાકાંડના પડઘા રાજ્યના અન્ય શહેરોમાં પણ પડ્યા છે. વડોદરામાં ભરવાડ સમાજ, શિવસેના અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવશે. ભાજપના કાઉન્સિલર વિનોદ ભરવાડની આગેવાનીમાં બેનર સુત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપવામાં આવશે. મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો બાઈક રેલી કરી કલેક્ટર ઓફિસ પહોંચશે અને મૃતકને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી સાથે આવેદન પત્ર આપશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.