BREAKING NEWS / ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખી ભુપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાત્રી કર્ફ્યુ પર સરકાર નહિ આપે છૂટ, જુઓ મહત્વનો નિર્ણય

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ફરી એક વાર લંબાવવામાં આવ્યો છે. રાજ્યના 8 મહાનગરોમાં આગામી 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લંબાવવામાં આવ્યો છે.

રાત્રી કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર યથાવત્ રાખ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 50-70ની વચ્ચે છે. તો કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોનના પણ 10થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે આ ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકાર કોઇ છુટ આપવાના મુડમાં નથી. જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમો યથાવત્ત જ રાખ્યા છે.

ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

અગાઉ ગાઇડલાઇનમાં હોટલ-રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો બજારો લારી-ગલ્લા માર્કેટ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્ષ રાત્રિના 12 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.

આ ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકાર કોઇ છુટ આપવાના મુડમાં નથી. જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમો યથાવત્ત જ રાખ્યા છે. ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે.

રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ?
અમદાવાદ 3, જામનગર 3, સુરત 2, વડોદરા 2, ગાંધીનગર 1, મહેસાણા 1, આણંદ 1, રાજકોટ 1


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.