આ રીતે રચાયું કિશન ભરવાડની હત્યાનું ષડયંત્ર, અમદાવાદ થી મુંબઈ સુધીના હત્યાના કનેક્શન, જુઓ પોલીસે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળ્યા હતા, બન્ને મૌલવીની મુલાકાતમાં શબ્બીર પણ હાજર હતો

અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે થયેલી કિશન ભરવાડ નામના યુવાનની હત્યા સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી પરિવારજનોને ઝડપથી ન્યાયની ખાતરી આપી હતી. આ હત્યા કેસ મામલે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે તપાસની વિગતો અંગે મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આરોપી શબ્બીરે અમદાવાદના મૌલવી ઐયુબને કહ્યું હતું કે, કિશને જે ફેસબુક પોસ્ટ મુકી છે એ મને નથી ગમ્યું, જેથી સબક શીખવવો છે, મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું.

આ હત્યા કેસના આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા(રહે.મલવતવાડા, ધંધુકા)અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ(રહે. કોઠીફળી,ધંધુકા)ની ધરપકડ કરવામાં આવી છે. મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા(રહે. જમાલપુર, અમદાવાદ)ની અટકાયત કરવામા આવી છે.

શબ્બીરે ફાયરિંગ કર્યું, ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો
25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો.

મૃતકે 6 જાન્યુઆરીએ મુકેલી FB પોસ્ટને કારણે હત્યા થઈ
6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકાઈ હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. મૌલવી જે કટ્ટરવાદી હોય તેના સંપર્કમાં હોય શકે. મુંબઈમાં મૌલવીને મળ્યો હતો. જેને અમદાવાદમાં જમાલપુરમાં ઐયુબ નામના મૌલવીને મળવા કહ્યું હતું.

શબ્બીરે મૌલવીને કહ્યું તેને સબક શીખવાડવવો છે મને હથિયાર આપો
અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળી ચુક્યા છે. જેમાં શબ્બીર પણ હાજર હતો. હત્યાના 5થી 6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદ ગયો હતો અને તેણે મૌલવીને મળી ફેસબુક પર આ પોસ્ટની વાત કરી કહ્યું હતું કે આ ફેસબુક પર પોસ્ટ મૂકી એ મને ગમી નથી, તેને સબક શીખવાડવાનો છે. મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું.આ સંગઠન અને અન્ય મૌલવીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઈમ્તિયાઝ શબ્બીરનો મિત્ર છે અને અન્ય યુવાનો સાથે પણ વાતચીત કરતો હતો.

શબ્બીરે એક વર્ષ પહેલા મૌલવીની સ્પીચ સાંભળી હતી
આરોપી શબ્બીર મુજબ 1 વર્ષ પહેલાં મૌલવીની સ્પીચ સાંભળી છે અને મળ્યો હતો. મૌલવી ઐયુબ જમાલપુરમાં જ રહે છે અને વધુ પૂછપરછ કરવામાં આવ્યું છે. પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની કટ્ટરવાદી માનસિકતા છે. રિમાન્ડ મેળવી ફન્ડિંગ તેમજ અગાઉ આવા કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી અને લોકોના વિચાર બદલવા અંગેની તપાસ કરવામાં આવશે.

ઇન્સ્ટાગ્રામ દ્વારા મૌલવીના સંપર્કમાં આવ્યો
આરોપી શબ્બીર એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. કટ્ટરવાદી વિચારધારા ધરાવતો શબ્બીર મુંબઈના મૌલવીને મળ્યો હતો અને તેણે અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી ઐયુબને મળવા કહ્યું હતું. મૂળ મૌલાના દિલ્હીનો છે અને મુંબઈ ખાતે મળ્યો હતો. દરેક રીતે પોલીસની તપાસ ચાલુ છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=966172730998094 )

ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાની ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે. બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો છે. હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધૂકા મૃતકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટિંગ કરી હતી. મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન એળે ના જાય એ માટે યુવાન અમર રહે એવા નારા લગાવાયા હતા. ધંધૂકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે, તેનું સ્ટેચ્યૂ બનાવવામાં આવે એવી પણ માગ કરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.