ઉડતા ગુજરાત / ગુજરાતના યુવાનોને ઉંધા રવાડે ચડાવવાનું ષડયંત્ર, જુઓ વધુ એક જગ્યાએથી આટલું ડ્રગ્સ પકડતા પોલીસ દોડતી થઇ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત ATSએ સાંતલપુર-વરાહી હાઈવે પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કુલ 500 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. ATSએ આ મામલે 2 આરોપીને ઝડપી પાડ્યાં છે

ગુજરાત ATSએ સાંતલપુર-વરાહી હાઈવે પરથી બાતમીના આધારે મેફેડ્રોન ડ્રગ્સનો 500 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે.મહત્વનું છે કે ATSએ આ આપરેશન પાટણ SOG અને સાંતલપુર પોલીસની મદદથી પાર પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આરોપીઓ રાજસ્થાનથી સામખયારી જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ગુજરાત ATSને બાતમી મળી હતી કે, ગુજરાતના સાંતલપુર-વરાહી હાઈવે પાસેથી એક કારમાં મોટી સંખ્યામાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. જેને લઈને ગુજરાત ATSએ પાટણ SOG અને સાંતલપુર પોલીસની મદદથી સાંતલપુર-વરાહી હાઈવે પાસે એક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી આધારિત એક કાર રાજસ્થાન તરફથી આવતી હતી.

જેથી પોલીસે તે કારને શંકાના આધારે રોકી તેની તલાસી લીધી હતી. તલાસી દરમિયાન પોલીસને કારમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનું કુલ વજન 500 ગ્રામની આસ-પાસનું હતું.કારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે કારમાં સવાર બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે શહેરી વિસ્તારથી લઈને ગ્રામીણ વિસ્તાર સુધી ડ્રગ્સની હેરાફેરી વધી છે.ત્યારે પોલીસ હવે આ દૂષણ અટકાવવા માટે વધુ સતર્ક બની હોય તેમ લાગી રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *