ડખ્ખાનો પાર નથી / સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદસ્પદ નિવેદનનો જૈનાચાર્ય સૂર્યસાગરજીએ કર્યો વિરોધ, જુઓ સંતો વિષે કહ્યું એવું કે જાણીને તમે પણ હચમચી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદાસ્પદ નિવેદને લઈ લોકોની લાગણી દુભાઈ છે જેને લઈ તમામ ધર્મના સંતો મહંતો પણ વિવાદમાં ઝંપલાવ્યું છે દરેક ધર્મના સંતો-મહંતો પણ ભગવાનની થયેલી ટીપ્પણીનો વિરોધ કરી રહ્યાં છે સાથો સાથ પોત-પોતાના આચાર અને વિચારો પણ રજૂ કરતા હોય છે.

તેવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો નિવેદન પર જૈનાધર્મના સંતો-મહંતોએ પણ આ ટીપ્પણીમાં ઝંપલાવ્યું છે. જેને હજારો લોકો અનુસરે છે, જેના એક વચન પર હજારો ભક્તોના જીવન બદલાય છે, એવા સંતો પોતાની જવાબદારી ભુલી વાણી વિલાસ કરી રહ્યા છે. સંતો જેમના જીવનમાં સંયમનું વિશેષ મહત્વ હોય છે એ જ સંતો પોતાની જીભ પરથી સંયમ ગુમાવી રહ્યા હોય તેવું લાગે છે.

તાજેતરમાં સ્વામી નારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવિધ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર 200 વર્ષ જૂનો છે. સનાતન ધર્મ પર ટિપ્પણી કરવાનો આવા સંતોને કોઇ અધિકાર નથી.

વિવાદીત સંતોને ડાકુ અને દુષ્કર્મી સાથે સરખાવ્યા હતા. સામાન્ય રીતે કહેવાય છે કે એક્તામાં અનેકતા પણ જાતિ, ધર્મ અને ઉચ્ચ-નીચના ભેદભાવધી દેશની એકતા ડોહળાય છે તેવામાં ધાર્મિક સ્થળ, ધર્મ, સંપ્રદાય કે ભગવાનને લઈ ટીપ્પણી કરવાથી લોકોની લાંગણી દુભાતી હોય છે અને મોટા ઝગડા અને વિવાદનું કારણ પણ બનતું હાય છે.

તેવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદાસ્પદ ટિપ્પણીને લઇ જૈનાચાર્ય સૂર્યસાગરજીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સાધુ માત્ર વસ્ત્રો ધારણ કરવાથી નથી બની જવાતું પણ સાધુ-સંત હમેશા ગુણો અને આચરણથી બનાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ વાયરલ થઈરહ્યા છે.

જેમાં ભગવાન પર આપત્તીજનક ટીપ્પણી કરી હોવાના દાવા થઈ રહ્યા છે. જો કે કેટલાક સાધુઓનું કહેવું છે કે તેમના પ્રવચનને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે. વડતાલ મંદિરના ધર્મવલ્લભ સ્વામીનો આવો જ એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તે ભગવાન કૃષ્ણ વિરૂદ્ધ બોલતા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતુ.

જો કે ધર્મવલ્લભ સ્વામીએ આ વિડીયો અંગે સ્પષ્ટતા કરતો વધુ એક વીડિયો સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો છે. અને પોતે ભગવાન કૃષ્ણનું કોઈ અપમાન ન કર્યું હોવાનું જણાવ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.