10 એપ્રિલના રોજ રામ નવમી એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણનો 241મો પ્રાદુર્ભાવ દિવસ છે. આ રામ નવમીએ હરિધામ સોખડામાં બિરાજમાન શ્રી ઠાકોરજીનો પણ 41મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હોવાથી શ્રી હરિ જયંતી ઉત્સવ ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 51 હજાર હરિભક્તોને સામેલ કરવામાં આવશે.
આ ઉત્સવના આયોજન માટે માંજલપુર આત્મીયધામ ખાતે એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ભેગા થયા હતા અને રવિવારે આયોજનની રૂપરેખા ઘડવામાં આવી હતી. હરિધામમાં રામ નવમીએ ઊજવવામાં આવનારા શ્રી હરિ જયંતી ઉત્સવમાં સાંજે 6થી 7:30 વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાતે 8થી 10 વાગ્યા સુધીમાં ઉત્સવ સભા તેમજ રાત્રે 10:10 વાગે પ્રાગટ્યોત્સવ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર આયોજનમાં પ્રબોધ સ્વામી ગ્રૂપના હરિભક્તોને આમંત્રણ ન અપાયું હોવાની પણ ચર્ચા છે. જેના કારણે સામા પક્ષના હરિભક્તોમાં પણ રોષ છે. જોકે મંદિરમાં બેઠેલા એક પક્ષના સંતો રામ નવમીના દિવસે વિશેષ તહેવારનું આયોજન કરીને શક્તિ પ્રદર્શન યોજી રહ્યા હોવાનું પણ બીજા પક્ષના હરિભક્તોનું માનવું છે.
હરિધામ ગાદીના વિવાદમાં હવે બંને પક્ષના હરિભક્તો પોતપોતાનાં ઘર મંદિરોમાં પોતાના પક્ષના સંતની મૂર્તિઓ સ્થાપીને તેમને જ ગાદીપતિ માનીને તેમની પૂજા કરી રહ્યા છે. આમ હરિધામની ગાદીની લડાઈ બંને પક્ષના સંતો અને હરિભક્તોની સામસામેની લડાઈમાં પરિવર્તિત થઈ ગઈ છે.
મંદિરના વિવાદ વચ્ચે ‘હું મંદિરનો અને મંદિર મારું’ના ભાવ સાથે રામ નવમીના ઉત્સવમાં પધારવા માટે પ્રેમસ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા મંડળના સૌ ભક્તો, વડીલો, અંબરીશો, યુવકો, બહેનો અને યુવતીઓને હરિધામમાં સહ પરિવાર પધારવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 51 હજાર અંબરીશોને ભેગા કરવાનું આયોજન ઘડી લેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!