સૌથી મોટા સમાચાર / ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, જુઓ રાત્રી કર્ફયુ થી લઈને દરેક પ્રતિબંધોમાં કર્યા આ ફેરફાર

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ કેસમાં 375%નો ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે.

આ 8 મહાનગરમાં નાઇટ કર્ફ્યૂ
હાલ આઠ મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે.

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. તમને જણાવી દઈએ કે હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. લગ્ન પ્રસંગમાં 300 લોકોને મંજૂરી આપવામાં આવી છે.

આ 19 નગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવ્યો નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર(નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં હજુ કયાં ક્ષેત્રોમાં કેવા છે પ્રતિબંધ અને કેવી છે છૂટછાટ?

  • રાજકીય,ધાર્મિક સહિતના કાર્યક્રમમાં 150 વ્યક્તિઓની છૂટ
  • ખુલ્લામાં મહત્તમ 150,બંધ સ્થળોના 50 ટકા ક્ષમતામાં છૂટ
  • ખુલ્લામાં લગ્નમાં 300 લોકોની છૂટ
  • બંધ સ્થળોએ લગ્નમાં જગ્યાની 50 ટકા ક્ષમતામાં છૂટ
  • અંતિમવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી અપાઈ
  • સિનેમા,લાઈબ્રેરી, ઓડિટોરિયમમાં બેઠક ક્ષમતાના 50 ટકાની છૂટ
  • જીમ,વોટર પાર્ક,સ્વિમીંગ પુલમાં ક્ષમતાના 50 ટકાની છૂટ
  • જાહેર બાગ બગીચા રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે
  • કોચિંગ સેન્ટર, ટ્યૂશનમાં 50 ટકા ક્ષમતાની છૂટ

નોંધનીય છે કે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.