અરે બાપરે / ભગવાન શિવને મળી કોર્ટની નોટિસ, ભગવાન ખુદ કોર્ટમાં હાજર થયા, જુઓ પછી થયું એવું કે જાણીને ચક્કર આવી જશે

ઇન્ડિયા

બોલિવુડ ફિલ્મ OMG તો તમામ લોકોએ જોઈ હશે, અને લોકોને ઘણી પસંદ પણ પડી હતી. હવે સેમ તેના જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સંસાર ચલાવનાર માણસે બનાવેલી અદાલતમાં ભગવાન કેવી રીતે હાજર થઈ શકે? પરંતુ છત્તીસગઢની એક કોર્ટ ઈચ્છે છે કે, ભગવાન શિવ તેમની કોર્ટમાં હાજર રહે.

છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. ત્યાં તહેસીલ કોર્ટમાંથી એક અનોખો મામલો સામે આવ્યો છે જ્યાં ભગવાન ભોલેનાથને નઝુલ જમીન પર મંદિર બનાવવા મુદ્દે થોડા દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી. તેના જવાબમાં ભગવાન શુક્રવારે તહસીલ કોર્ટમાં પહોંચ્યા હતા. ભગવાન સમયસર પહોંચી ગયા પરંતુ નોટિસ આપનાર અધિકારી જ તહેસીલ કચેરીમાંથી ગેરહાજર રહ્યા હતા. હવે નવી તારીખે ભગવાનને કોર્ટમાં હાજર થવું પડશે.

જોકે, આખી ઘટના એવી છે કે રાયગઢ નગર નિગમ ક્ષેત્રના વોર્ડ નંબર 25 કઉહાકુંડામાં એક મહિલા દ્વારા નઝૂલ ભૂમિ પર ગેરકાયદેસર કબજાને હટાવવા માટે છત્તીસગઢ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે રાયગઢ તહસીલ કોર્ટને સંબંધિત લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. તહસીલ કોર્ટે સંબંધિત લોકોને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી, જેમાં શિવ મંદિર, કૌહાકુંડાને નોટિસ આપવામાં આવી હતી.

શિવલિંગને રિક્ષામાં લઈને પહોંચ્યા કોર્ટ
એવામાં શુક્રવારે કૌહાકુંડા વોર્ડના સ્થાનિક લોકો શિવલિંગને રિક્ષામાં લઈને નોટિસની કોપીની સાથે તહસીલ કોર્ટમાં હાજર થવા પહોંચ્યા. તહસીલદાર જનસુનાવણીમાં વ્યસ્ત હોવાના કારણે મામલાની સુનાવણી થઈ શકી નહોતી.

નોટિસની સુનાવણી માટે મળી આગામી તારીખ
આ મામલામાં નાયબ તહસીલદારનું કહેવું છે કે મંદિરને નોટિસ, લિપિકીય ત્રુટિના કારણે આપવામાં આવી હતી. આ મામલામાં અન્ય લોકોને નોટિસ આપવામાં આવી છે. નોટિસની સુનાવણી એપ્રિલ મહીનાની 13 તારીખે થશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.