સરકારી ડેટા સાચવતો નથી આમા આપણી સુરક્ષા કેમ કરશે? / COWIN App નો ડેટા થયો લીક, જુઓ આટલા હજાર લોકોના પર્સનલ ડેટાને ખતરો

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

ભારતમાં હજારો લોકોનો અંગત ડેટા, જેમાં તેમના નામ, મોબાઈલ નંબર, સરનામાં અને કોવિડ ટેસ્ટના રિઝલ્ટ પણ સામેલ છે. આ જાણકારીને ઓનલાઇન સર્ચનો ઉપયોગ કરી એક્સેસ કરી શકાય છે.

લીક થયેલા ડેટાને રેડ ફોરમ નામની વેબસાઈટ પર વેચાણ (Sale) માટે મૂકવામાં આવ્યો છે, જ્યાં એક સાયબર અપરાધીએ 20,000 થી વધુ લોકોનો વ્યક્તિગત ડેટા હોવાનો દાવો કર્યો છે. રેડ ફોરમની વેબસાઈટ પર તમામ લોકોના નામ, મોબાઈલ નંબર, સરનામા અને કોવિડ ટેસ્ટના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા છે.

સાયબર સુરક્ષા નિષ્ણાત રાજશેખર રાજહરિયાએ ટ્વીટ કરી લખ્યું કે ‘#Covid19 #RTPCR ટેસ્ટ રિઝલ્ટ અને #Cowin ડેટાના નામ, મોબાઈલ નંબર, PAN, સરનામું વગેરે. PII સરકારી CDN ના માધ્યમથી સાર્વજનિક થઈ રહ્યું છે. #Google એ લગભગ 9 લાખ જાહેર/ખાનગી #GovtDocuments ને સર્ચ એન્જીનમાં ઇંડેક્સ કરી છે. દર્દીનો ડેટા હવે #Darkweb પર લિસ્ટેડ છે.

ડોક્ટરે આ સમાચારોનું કર્યું ખંડન
રેઇડ ફોરમ પર શેર કરવામાં આવેલા સેમ્પલ ડોક્યુમેન્ટથી ખબર પડે છે કે લીક થયેલો ડેટા કો-વિન (Co-Win) પોર્ટલ પર અપલોડ કરવા માટે હતો. કો-વિન (Co-Win) પોર્ટલનો ડેટા લીક થયો હોવાના સમાચારનું Cowin ચીફ ડૉ આરએસ શર્માએ ખંડન કર્યું છે.

ડૉ આરએસ શર્માએ કહ્યું, ‘પ્રથમ દૃષ્ટિએ આ Cowin પોર્ટલના ડેટા લીકનો મામલો લાગતો નથી કારણ કે Cowin પોર્ટલ પર કોઈનું સરનામું અથવા કોવિડ રિપોર્ટ અપલોડ કરવામાં આવ્યો નથી. જો કે, જાહેર હિતમાં અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને તપાસ બાદ જ આગળ કંઈ કહી શકીશું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.