આલે લે…બે હવાઈ જહાજો આકાશમાં ધડામ દઈને અથડાયા, વિડિઓ જોઈને તમારા હોશ ઉડી જશે : જુઓ વિડિઓ

અજબ ગજબ

દુનિયાભરમાંથી હવાઈ અકસ્માતના સમાચાર આવતા રહે છે. પરંતુ બહુ ઓછા પ્રસંગો એવા હોય છે જ્યારે આ અકસ્માત કેમેરામાં કેદ થાય. આવી જ એક ઘટના તાજેતરમાં જર્મનીમાં બની હતી. અહીંના લેમુનિઝ એરફિલ્ડ પર આકાશમાં બે વિમાનો અથડાયા હતા. ખાસ વાત એ છે કે આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે, અકસ્માતનો આ વીડિયો જોઈને તમે પણ હચમચી જશો. ( વિડિઓ નીચે આપેલો છે )

આ ઘટના શનિવાર સાંજે 6 વાગ્યાની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે વિમાનો આકાશમાં કલાબાજી બતાવી રહ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ટક્કર થઈ હતી. એટલું જ નહીં, ટક્કર બાદ બંને વિમાનો એકબીજામાં ફસાઈ ગયા. પછી શું હતું, બંને ઝડપથી નીચેની તરફ પડવા લાગ્યા. જમીન પર પડતાની સાથે જ ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા.

અગ્નિશમન વિભાગના પ્રવક્તાએ અથડામણ બાદ બે પાયલોટના મોતની પુષ્ટિ કરી છે. બંને પાયલોટ “મિરર ફ્લાઇટ” માટે તાલીમ લઈ રહ્યા હતા. આવા પ્રસંગોએ વિમાનો એકબીજાને સમાંતર ઉડે છે. આ બંને પાયલટોએ 2019માં વિંટેજ એરોબેટિક્સમાં વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ પણ જીત્યું હતું.

આ અંગે એવિએશન એક્સપર્ટ એન્ડ્રેસ સ્પેથે જણાવ્યું હતું. ‘એવું લાગે છે કે બંને પાઇલોટ્સ તેમના પ્લેન સાથે એરોબેટિક્સની સમાન તાલીમ કરી રહ્યા હતા. એવું લાગે છે કે બંને મશીન ફસાઇ ગયા અને પછી એકસાથે ક્રેશ થયા.’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *