મુંબઈમાં ચાલુ ટ્રેનમાં જગ્યા માટે એક બીજા પર તૂટી પડી 3 મહિલા, એક મહિલા પોલીસકર્મીને ઇજા પણ પહોંચી, જુઓ વાઈરલ વિડિઓ

ઇન્ડિયા

ગુરુવારે મુંબઈની એક લોકલ ટ્રેનમાં સીટને લઈને મહિલાઓ વચ્ચે મારઝૂડ થઈ હતી. એનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દરમિયાન એક મહિલા પોલીસ-કોન્સ્ટેબલને પણ ઈજા થઈ હતી. આ ઘટના થાણેથી પનવેલ જતી લોકલ ટ્રેનની છે. ( મારામારીનો વિડિઓ નીચે આપેલો છે )

વીડિયોમાં જોઈ શકાય છે કે સીટને લઈ બે મહિલા વચ્ચે ઝધડો થાય છે, આ પછી તેઓ એકબીજાને મારવા લાગે છે. આ ઘટનામાં બંને મહિલાએ એકબીજા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

આ ઘટના વિશેની જાણકારી વાશી રેલવે સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સપેક્ટર એસ.કટારે આપી હતી. તેમણે કહ્યું હતું કે થાણેથી લોકલ ટ્રેનમાં એક મહિલા તેની પૌત્રી સાથે મુસાફરી કરી રહી હતી. ત્યારે એક અન્ય મહિલાએ કોપરખેરણમાંથી ટ્રેનમાં બેસી હતી. ત્રણેય સીટ ખાલી થવાની રાહ જોઈ રહ્યા હતા.

એ જ સમયે, તુર્ભે સ્ટેશન પર એક સીટ ખાલી થઈ, ત્યારે દાદીએ તેની પૌત્રી માટે સીટ મેળવવાનો પ્રયાસ કર્યો. જોકે બીજી મહિલાએ સીટ પર બેસવાનો પ્રયાસ શરૂ કર્યો. મહિલા પેસેન્જરે તેને ના પાડી છતાંય તે માની નહીં. આ દરમિયાન બંને મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને વચ્ચે મારઝૂડ શરૂ થઈ ગઈ.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *