અરે બાપરે / વર્લ્ડ રેકોર્ડ બનાવાના ચક્કરમાં હદ પાર કરી, જુઓ દુનિયાના સૌથી તીખા મરચા 1 મિનિટમાં એટલા ઝાપટી ગયો કે જાણીને તમે ભાન ભૂલી જશો : જોઈલો વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

વર્લ્ડ રેકોર્ડ બનાવાની ઈચ્છા કંઈક અલગ જ હોય છે. મોટા ભાગે જોવા મળ્યું છે કે લોકો રેકોર્ડ બનાવવામાં એટલા પાગલ થઈ જાય છે, આગળ પાછળનું કંઈ વિચારતા જ નથી. આવો જ એક કિસ્સો હાલમાં જોવા મળ્યો છે. એક શખ્સે એક મિનિટમાં સૌથી વધારે મરચા ખાવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

ગીનિઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતો ગ્રેગરી ફોસ્ટરે 60 સેકન્ડમાં 17 મરચા ખાઈને જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જો કે, તેણે આ કારનામો નવેમ્બર 2021માં કર્યો હતો, પણ તેની સત્તાવાર માન્યતા સોમવારે મળી છે. ઘોસ્ટ પેપર દુનિયાના સૌથી તીખા મરચામાં તેનો સમાવેશ થાય છે. ( વિડિઓ નીચે આપેલો છે )

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ એક મરચું એક મિલિયન સ્કોવિલ હીટ યુનિટ્સનું હોય છે. મરચા અને અન્ય તીખી વસ્તુઓની તીખાશ માપવા માટે સ્કોવિલ હીટ યુનિટનો ઉપયોગ થાય છે. તેનો અર્થ થાય છે કે, ફોસ્ટરે ફક્ત એક મિનિટમાં 17 મિલિયન સ્કોવિલ હીટ યૂનિટ ખાઈ ગયો.

શખ્સનું કહેવુ છે કે, તેને તીખુ ખાવાનું પસંદ છે, તે પોતાના ઘરે પણ તીખા મરચા ઉગાડે છે. ફોસ્ટરે જણાવ્યું છે કે, તેણે તીખાશ પ્રત્યે પોતાની સહનશીલતાના સ્તરને વધારવા માટે ખૂબ સમય આપ્યો છે અને આ જ કારણ છે કે, તે સૌથી વધારે તીખા મરચા ખાવા માટે સક્ષમ બન્યો.

તેણે કહ્યું કે, રેકોર્ડ બનાવાનો આ પ્રયાસ એક વ્યક્તિગત ચેલેન્જ હતી. એ જોવા માટે કે, ખુદને તીખા મરચા ખાવા માટે પોતાના પ્રેમને કેટલીય હદ સુધી લઈ જઈ શકુ છું. એક ચિલી લવર તરીકે હું સુપર હોટ મિર્ચી વિશે જાગૃતિ અને લોકોનો ઉત્સાહ વધારવાની કોશિશ કરી રહ્યો છું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.