ઈન્ડીગોના સ્ટાફે એરપોર્ટ પર મુસાફરો સાથે ગરબે રમ્યા, CISF ના કર્મચારી પણ ઝુમ્યા, જુઓ એરપોર્ટનો નજારો : જુઓ વિડિઓ

ગુજરાત

ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર એક રસપ્રદ ઘટના સર્જાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ઇંડિગો ફ્લાઇટ (Indigo Flight) લેટ હોવાથી લોકોએ પોતાનો સમય પસાર કરવા માટે ગરબા રમવાનું શરૂ કરી દીધું. આ ફ્લાઇટ ભોપાલથી અમદાવાદ જઇ રહી હતી. (વિડિઓ નીચે આપેલો છે)

ગુજરાતી ગરબા સોન્ગ પર ઇંડિગો સ્ટાફે મુસાફરો સાથે ધૂમ મચાવી. સાંજે 6:45 મિનિટ પર ઇંડિગોની આ ફ્લાઇટ ભોપાલથી અમદાવાદ માટે ઉપડે છે. પરંતુ કોઇ કારણસર ફ્લાઇટ નિર્ધારિત સમયથી 15 મિનિટ મોડી રવાના થવાની હતી. મુસાફરોને રાહ જોવા માટે કહેવામાં આવ્યું પહેલાં તમે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયો ને જરૂર જુઓ…

આ દરમિયાન એક મુસાફરે પોતાના મોબાઇલ ફોન પર એવું ગુજરાતી ગરબા સોંગ વગાડ્યું કે એરપોર્ટ પર હાજર ઘણા લોકો પોતાને ડાન્સ કરતા રોકી શક્યા નહી. લોકોને ઝૂમતા જોઇ ઇંડિગોના કર્મચારી પણ પોતાને ગરબા રમતા રોકી શક્યા નહી. એટલું જ નહી સીઆઇએસએફ ની મહિલા કર્મચારીઓએ પણ ગરબા કરતાં જોવા મળી રહી છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર યૂઝર્સને ખૂબ એન્ટરટેન કર્યા છે. વીડિયોને ઘણીવાર જોવામાં આવ્યો છે અને ઘણા લોકોએ તો વીડિયોને લાઇક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં લોકો અલગ-અલગ અને રસપ્રદ પ્રતિક્રિયા આપી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *