બર્થડે બોયના ધોતિયા ઢીલા / સુરતમાં કોરોનના કહેર વચ્ચે ધાબા પર બર્થડે ઉજવી પોલીસને આપ્યો ખુલ્લો પડકાર, જુઓ ખુલ્લી તલવાર સાથે ડાન્સ કરતા વિડિઓ વાઇરલ : VIDEO 

ટોપ ન્યૂઝ સુરત

રાત્રિ કર્ફ્યૂના નિયમોને તોડતાં યુવકોએ બેફામ બની પાર્ટી કરી

જાહેર રોડ પર, શેરીઓમાં, ફાર્મમાં હવે અગાસી પર, હાથમાં તલવાર લઈ જાહેરમાં જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાઇરલ થતા રહે છે. ત્યારે બન્યો છે. સુરતના લિંબાયતના કુમારનગરની મકાનની એક ટેરેસ પર કેટલાક યુવાનોએ હાથમાં તલવાર અને સંગીતની ધૂન પર ડાન્સ કરી પોલીસને પડકાર આપતા જન્મ દિવસની ઉજવણી કરી હોવાનું કેમેરામાં કેદ થઈ ગયું છે. વાઇરલ વીડિયોમાં ડાન્સ કરતા યુવાનો નશામાં હોવાની વાત પણ સામે આવી રહી છે.

પોલીસને પડકાર
સ્થાનિક વ્યક્તિએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, પાર્ટી અભી બાકી હે.. ની બૂમો રાત્રીના અંધારા લાગી હતી. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે છલકાદે જામ જેવા માહોલમાં પાર્ટી ચાલી રહી હતી. અરશદ અવેશ નામના યુવાનની જન્મ દિવસની પાર્ટીમાં દેખાયેલી ભીડને લઈ લાગતું હતું કે, ચોક્કસ આ પાર્ટી પાછળ કોઈ મજબૂત નેતાનો હાથ હોવો જોઈએ અથવા માથાભારે ઈસમ હોવો જોઈએ. હાથમાં તલવાર લઈને ડાન્સ કરી જન્મ દિવસની ઉજવણીએ સરકારના તમામ નિયમો તોડી એક પડકાર આપતી ઉજવણી કહી શકાય છે. લિંબાયત પોલીસે ચોક્કસ તપાસ કરી પગલાં ભરવા જોઈએ.

પોલીસ કાર્યવાહીની માગ
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, સરકાર, ગૃહ વિભાગ અને પોલીસ માત્ર નિયમો બનાવી શકે છે. તેનો અમલ કોણે કરવો એ તો સ્થાનિક નેતાઓ નક્કી કરે છે. એક ટેરેસ પર એક કિલોમીટર દૂર સુધી સંભળાય એટલા મોટા સાઉડમાં વાગતા ગીતો આજુબાજુના રહીશોની ઉંઘ બગાડી શકે છે. પણ પોલીસની ઊંઘ ઉડાડી ન શક્યા એ વિચારવા જેવી વાત છે. પેટ્રોલિંગના નામે માત્ર મજાક થઈ રહ્યો છે. લોકો હવે વધુ અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છીએ.

નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, પાર્ટી અભી બાકી હે ની બૂમો રાત્રીના અંધારા અને ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે છલકાદે જામ જેવા માહોલમાં પાર્ટી ચાલી રહી હતી. અરશદ અવેશ નામના યુવાનની જન્મ દિવસની પાર્ટીમાં દેખાયેલી ભીડને લઈ લાગતું હતું કે ચોક્કસ કોઈ ભારી મજબૂત નેતાનો હાથ હોવો જોઈએ કા માથાભારે ઈસમ હોવો જોઈએ. હાથમાં તલવાર લઈને ડાન્સ કરી જન્મ દિવસની ઉજવણી એ સરકારના તમામ નિયમો તોડી એક પડકાર આપતી ઉજવણી કહી શકાય છે. લીંબાયત પોલીસે ચોક્કસ તપાસ કરી પગલાં ભરવા જોઈએ.

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે સરકાર, ગૃહ વિભાગ અને પોલીસ માત્ર નિયમો બનાવી શકે છે એનો અમલ કોણે કરવો એ તો સ્થાનિક નેતાઓ નક્કી કરે છે. એક ટેરેસ પર એક કિલો મીટર દૂર સુધી સંભળાય એટલા મોટા સાઉડમાં વાગતા ગીતો આજુબાજુના રહીશો ની ઉંઘ બગાડી શકે છે પણ પોલીસની ઊંઘ ઉડાડી ન શક્યા એ વિચારવા જેવી વાત છે. પેટ્રોલીગ ના નામે માત્ર મજાક થઈ રહ્યો છે લોકો હવે વધુ અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/07/02-surat-birthday-pankaj_1641533518/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.