હત્યારા ફેનિલની ‘કરમ કુંડળી’ / સુરતમાં એકતરફી પ્રેમમાં ક્રૂરતા પૂર્વક યુવતીની હત્યા કરનારો ફેનિલ જુઓ કરતો હતો આવા ગોરખધંધા, જાણો હત્યારાની આખી કુંડળી

ટોપ ન્યૂઝ સુરત

સુરતના કામરેજના પાસોદરા ખાતે એક તરફી પ્રેમનાં પાગલ 20 વર્ષિય યુવકે 21 વર્ષિય યુવતીનું ગળું કાપી જાહેરમાં રહેસી નાખી હતી. યુવકે ગ્રીષ્માની માતા અને ભાઈની આંખ સામે જ તેનું ગળું કાપી નાંખ્યું હતું. જાહેરમાં બનાવ બનતા તથા હત્યાનો વીડિયો ફરતો થતા માત્ર સુરત જ નહી આખા રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી તરફે ભારે ફીટકાર વરસી રહી છે. ફેનિલ ગોયાણી કોલેજકાળથી જ ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો. ગેરકાયદે કપલ બોક્સ કાફે ચલાવતો હતો. જ્યારે કોલેજકાળમાં છોકરીઓની છેડતી કરવી તેના માટે સામાન્ય બાબત હતી. કોલેજ કેમ્પસમાં હથિયારો લઈને દાદાગીરી પણ કરતો હોવાનું સામે આવ્યું છે.

ફેનિલની આખેઆખી ‘કરમ કુંડળી’
ફેનિલ ગોયાણીની આખી કર્મ કુંડલી કાઢવાનો VS24 NEWS એ પ્રયાસ કર્યો છે. ફેનિલ સુરતની અમરોલી વિસ્તારની આર.વી પટેલ કોલેજના બીકોમમાં અભ્યાસ કરતો હતો. જૂન 2020માં કોલેજના પ્રથમ વર્ષમાં જ પૂરતી હાજરી ન હોવાને કારણે તેને પરીક્ષા આપતો અટકાવી દેવાયો હતો. તેનું ફોર્મ વિથડ્રોલ કરાવી દેવાયું હતું. યુવતી પણ એ જ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ફેનીલ માત્ર આ જ યુવતી નહીં. પરંતુ, અન્ય યુવતીઓ સાથે પણ ફરતો દેખાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફેનિલ કેમ્પસમાં બેસી રહેતો હતો
કોલેજમાં મહિનામાં એકાદ બે વાર જ જતો હતો. કોલેજમાં ગયા બાદ પણ તે વર્ગખંડમાં જવાને બદલે કેમ્પસમાં બેસી રહેતો હતો. ફેનિલ પોતાના ગજવામાં તિક્ષ્ણ હથિયારો લઈને કોલેજમાં આવીને જાણે રૌફ જમાવવાનો પ્રયાસ કરતો હોય એ પ્રકારે કેમ્પસમાં ફરતો હતો. છોકરીઓની છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે. તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમણે કહ્યું કે, ફેનિલ કેમ્પસમાં જ બેસી રહેતો હતો અને ત્યાં આગળ તે લુખ્ખાગીરી કરતો હતો. ફેનીલ ને જાણે કોઈનો ડર ન હોય તે રીતે છોકરીઓને પણ હેરાન કરતો આસપાસથી પસાર થતી છોકરીઓને પણ શાબ્દિક રીતે છેડતી કરતો હતો. નજીકના મિત્રો એ તેમના નામ આપ્યા વગર કહ્યું છે કે, તે ઘણી છોકરીઓ સાથે પણ સંપર્કમાં હતો અને તેમની સાથે પણ તેના અફેર હોવાની વાતો સામે આવી હતી.

કપલ બોક્સ ચલાવતો હતો
ફેનીલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં તે કોલેજના યુવક યુવતીઓને બેસવાની સૂવાની અને બીજી વ્યવસ્થા કરી આપતો હતો. સેવન સ્ટાર નામથી કપલ બોક્સ કાફે કાપોદ્રા વિસ્તારના સ્કાય લાર્ક શોપિંગ સેન્ટરમાં ચલાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારબાદ મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલમાં સેવન સ્ટાર કાફે નામથી બીજાનું કપલ બોક્સ ચલાવતો હતો. સેવન સ્ટાર કાફેમાં ચાલતાં કપલ બોક્સ કોલેજીયન યુવક-યુવતીઓને ભાડેથી આપતા હતા.જેનો મસમોટો ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો. સેવન સ્ટાર કાફે કપલ બોક્સમાં ફેનિલ સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા છે. તેમાં રોકાણ કરનારાઓની તપાસ થવી આવશ્યક છે.

સામાજિક સંસ્થાનો ગેરલાભ ઉઠાવતો હતો ફેનીલ
ફેનિલ ગોયાણી અને તેની સાથે સંકળાયેલા સાગરીતો આ પ્રકારના ધંધામાં ખૂબ જ સક્રિય હતા. ફેનિલ પોતે ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યોનો બંધાણી હોય તેવી ચર્ચા શહેરમાં થઈ રહી છે. જો પોલીસ આ દિશામાં પણ તપાસ કરે તો ડ્રગ્સ સાથે જોડાયેલા કેટલાક નામો પણ બહાર આવી શકે છે. જે યુવાનોને આ પેડલરો થકી હાથ વગું પોહોચાડી દે છે. શહેરમાં જાણીતી એક સેવાકીય સંસ્થા ‘મારુતિ વીર જવાન ટ્રસ્ટ’ કે, જે શહીદ થયેલા સૈનિકો પરિવાર માટે કામ કરે છે. તેની સાથે પણ ફેનિલ જોડાયેલો હતો. તે સંસ્થાના નામે તેની સાથેના જ કેટલાક સાગરિતો મળીને ખોટી રીતે પૈસાની ઉઘરાણી કરતા હતા. આ ટ્રસ્ટમાં તાજેતરમાં જ એક ટ્રસ્ટી તરીકે જોડાયેલા વ્યક્તિ સાથે ફેનિલ આ ખૂબ જ સારા સંબંધો છે. આ ટ્રસ્ટમાં વ્યક્તિ કોણ છે અને તે કેવી રીતે ફેનિલ મદદથી રૂપિયાની ઉઘરાણી કરતો હતો તે પણ એક તપાસનો વિષય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.