સોશિયલ મીડિયાનો પ્રેમ જુઓ શું-શું કરાવે / સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઈ જઈ કર્યું એવું કામ કે આને જાહેરમાં લાવી ફાંસી આપો

ટોપ ન્યૂઝ સુરત

શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારની કોલેજિયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા બાંધીને તેના માતા-પિતા સમક્ષ પોતે ધનાઢ્ય પરિવારનો હોવાની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. ફરવા જવાના બહાનું કાઢીને પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ શારીરીક સબંધ બાંધ્યા બાદ તરછોડી દેનાર યુવક વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધવામાં આવી છે.

લિંબાયત વિસ્તારની 21 વર્ષની કોલેજિયન યુવતીનો એક વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર કૃણાલ રવિકાંત બારી (રહે. 207, સુયોગ નગર, ભટાર) સાથે પરિચય થયો હતો અને ત્યારબાદ બંનેએ મિત્રતા કેળવી હતી બાદમાં પ્રેમપ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ યુવતી ઇન્કાર કરી દઇ પોતાના માતા-પિતાને મળવા માટે કહ્યું હતું. જેથી યુવતીના નવા ઘરમાં પ્રવેશ વખતે કૃણાલ ત્યાં પહોંચી ગયો હતો. જ્યાં કૃણાલે ભાટીયા મોબાઇલની ફ્રેન્ચાઇઝી, 8થી 9 કરોડનો બંગલો અને ડુમસના લક્ષ્મી ફાર્મમાં ઝીંગા તળાવ હોવાનું જણાવ્યું હતું. જેથી યુવતીના લગ્ન કૃણાલ સાથે થાય તેવું તેના માતા-પિતા ઇચ્છતા હોવાથી બંને એકબીજાને અવારનવાર મળતા હતા.

ગોડાદરા વિસ્તારની સ્કૂલમાં અભ્યાસ કરતી 15 વર્ષની કિશોરી ઘરેથી સ્કૂલ જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત આવી ન હતી. જોકે, બીજા દિવસે તેણીએ પિતાને ફોન કરીને કહ્યું કે, હું અજમેરમાં છું, મને લેવા આવો. વિદ્યાર્થિની અજમેરથી મળી આવતા પરિવારે રાહત અનુભવી છે.

મૂળ હરિયાણાનાે પરિવાર હાલ પુણા વિસ્તારમાં રહે છે. પરિવારની 15 વર્ષની દીકરી કૃતિકા(નામ બદલ્યું છે) ગોડાદરામાં એક સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. કૃતિકા શનિવારે ઘરેથી સ્કૂલે જવા નીકળ્યા બાદ તે સ્કૂલે પહોંચી ન હતી. સાંજે તેની માતા સ્કૂલે લેવા ગઈ ત્યારે ખબર પડી કે તે સ્કૂલમાં ગઈ જ નથી. તેથી ગોડાદરા પોલીસમાં અજાણ્યા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ કરતી હતી દરમિયાન રવિવારે સવારે કૃતિકાએ તેના પિતાને ફોન કરીને કહ્યું કે, તે અજમેર છે અને તેને લેવા માટે અજમેર આવે. તેથી પોલીસની એક ટીમ અને તેના પિતા અજમેર જવા રવાના થયા છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જણાયું કે, કૃતિકાની સોશિયલ મીડિયા પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બંનેએ એકબીજાને જોયા ન હતા. ફોન પર જ પ્રેમસંબંધ બંધાયો હતો.

હોટલમાં બે દિવસ રોકાઈ શારીરીક સબંધ બાંધ્યા: આ દરમિયાન કૃણાલ યુવતીને ફરવાના બહાને પોતાના ઘરે અને વેસુ વિસ્તારની અનંત હોટલ અને રોયલ સેલિબ્રેશન હોટલમાં લઇ ગયો હતો અને બે દિવસ રોકાયા હતા અને ત્યાં યુવતી સાથે પણ શરીરસંબંધ બાંધ્યો હતો. જોકે યુવતીને લઇ કૃણાલ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના માતા-પિતાએ તમારા લગ્ન નહીં થાયે એમ કહી યુવતીને તેના ઘરે મુકી આવવા માટે કહ્યું હતું.

સમજાવવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવ્યો: કૃણાલ યુવતીને લઇ ફરવા જતો હતો અને શરીરસંબંધનો ઇન્કાર કરતા યુવતીને તેના માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જોકે છેવટે યુવતીએ માતા-પિતાને જાણ કરી દેતા તેમણે કૃણાલને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કૃણાલે ગાળાગાળી કરી લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા છેવટે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

વિદ્યાર્થિની સ્કૂલના ગેટમાં પ્રવેશ્યા બાદ રેલવે સ્ટેશન જઈ ડ્રેસ ચેન્જ કરી લીધો હતો : વિદ્યાર્થિની અને આરોપીની મિત્રતા સોશિયલ મીડિયા સાઇટ પર થઈ હતી. બંન્ને ઓનલાઇન ચેટ પણ કરતા હતા. જેથી વિદ્યાર્થિનીના કથિત પ્રેમીએ તેણીને અજમેર મળવા માટે બોલાવી હતી. શનિવારે સ્કૂલ જતી વખતે કૃતિકા થોડા રૂપિયા અને એક ડ્રેસ સાથે લઈ ગઈ હતી. સ્કૂલના ગેટમાં પ્રવેશ્યા બાદ તે રેલવે સ્ટેશને ગઈ હતી અને ત્યાં યુનિફોર્મ કાઢીને રંગીન ડ્રેસ પહેરી લીધો હતો. તે અજમેર ગઈ પરંતુ ત્યાં તેનો કથિત પ્રેમી મળવા આવ્યો ન હતો. ત્યાંથી પ્રેમીને સંપર્ક કરતા કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.