અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન V ફ્લેટના ચોથા માળે સવારે આગ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આગ લાગવાની ઘટનાની જાણકારી ફાયર બ્રિગેડને મળતા આઠથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મહત્વનું છે કે, ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફાયર બ્રિગેડે એક કલાકમાં આગને કાબુમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, જ્યારે ફાયર બ્રિગેડ ઘરમાં પહોંચી ત્યારે ઘરમાં કોઈ હતું નહીં.
ઘરમાં રહેતા પતિ-પત્ની બંને ઝઘડીને અને નીચે આવ્યા હતા. આ ઘટનામાં પત્નીનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે પતિને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દંપતિને બે સંતાનો પણ છે.
જે પૈકી એક દિકરો 8માં ધોરણમાં અભ્યાસ કરે છે અને એક દિકરી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દંપતિ સવારે બાળકોને સ્કૂલે મૂકી આવ્યા પછી તેમની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઘરકંકાસના પગલે આ આખી ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પ્રાથમિક તપાસમાં જ મોટો ઘટસ્ફોટ થયો કે, પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી દીધી હતી. મળતી માહિતી અનુસાર, હત્યાના પુરાવાઓનો નાશ કરવા પતિએ જ આગ લગાવી હતી. મહિલાના ગળા અને હાથ પર ચપ્પુના નિશાન જોવા મળ્યા હતા. તો પતિનાં શરીર પર પણ ચપ્પુના નિશાન જોવા મળ્યા હતા.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતકનું નામ અનિતા બઘેલ છે, જ્યારે તેના પતિનું નામ અનિલ બઘેલ છે. આ દંપતિને બે સંતાન છે, જે પૈકી પુત્ર ધોરણ 8 અને પુત્રી ધોરણ 6 માં અભ્યાસ કરે છે. ફાયર ફાઈટરની ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તેવી રીતે પડ્યાં હતા. જેમાં અનિતા બઘેલનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પતિ અનિલ બઘેલને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટમાં ખસેડવામાં આવ્યો છે.
પતિએ નિવેદનમાં કહ્યું-પત્નીએ જાતે પોતાનું ગળું કાપ્યું : આ સમગ્ર ઘટના મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં પતિનું નિવેદન લેતાં જાણવા મળ્યું હતું કે આજે સવારે બાળકોને તેઓ સ્કૂલે મૂકીને આવ્યા હતા. પત્ની અનિતાબેન ઘરમાં નાસ્તો બનાવવા માટે ગયાં હતાં અને તે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
એમાં પત્ની અનિતા ઘરમાંથી છરી લઈ આવી અને પતિ પર હુમલો કર્યો હતો. પતિએ પણ સામે પ્રતિકાર કર્યો હતો. ઝઘડા વચ્ચે પત્નીએ છરી વડે ગેસ-સિલિન્ડરની પાઈપ કાપી આગ લગાડી દીધી હતી અને બાદમાં જાતે જ પોતાનું ગળું કાપી નાખ્યું હતું, પરંતુ આગ લાગતાં તેઓ બહાર દોડીને આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો