હજી કાપો તલવાર વડે કેક / સુરતમાં જન્મદિવસ પર તલવાર વડે કેક કાપવી યુવકને મોંઘી પડી, વિડિઓ વાઇરલ થતા પોલીસે ઉધડો લીધો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવક દ્વારા જન્મદિવસની બે યુવકના ખભા પર બેસી બે તલવારથી કેક કાપી ઉજવણી કરી હતી. પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડ્યાં હતાં. આ ઉજવણીનો વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયો આધારે પોલીસે બર્થ-ડે બોય સહિત બેની ધરપકડ કરી છે.

(બર્થ-ડે બોય અને તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરવામાં આવી)

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી વિસ્તારમાં આવેલી સ્વસ્તિકવીલા સોસાયટીમાં રહેતા મયુર સુરેશભાઈ ઠાકોર (ઉ.વ.19)નો 17 માર્ચના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે તલવાર, રેમ્બો છરા સાથે ઉજવણી કરી હતી. જેનો વીડિયો વાઈરલ થતા પોલીસે મયુર અને તેના પિતરાઈ ભાઈ શિવસિંહ ઠાકોરની ધરપકડ કરી છે. તેમની પાસેથી ત્રણ તલવાર, એક રેમ્બો છરો અને એક ચપ્પુ કબજે લીધું છે.

સોશિયલ મીડિયાના જમાનામાં હવે લોકો છવાઇ જવા માટે કોઇ પણ હદ સુધી જવા તૈયાર છે. તેવા વીડિયો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાઈરલ થતા હોય છે. સુરતમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી ન કરવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં એક ઈસમે પોતાનો જન્મદિવસની ઉજવણીમાં જાહેરનામાનો ભંગ કરી આતીશબાજી વચ્ચે બે તલવારથી કેક કાપી હતી.

જન્મદિવસ નિમિતે તલવાર તથા રેમ્ભો છરા વડે જન્મ દિવસની ઉજવણી કરી અને કેક કાપેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના હકીકત જાણવા મળતાં મજકુર ઈસમને તથા તેની સાથેના પિતરાઈ ભાઈને પકડી પાડીને બંનેનાં વિરુદ્ધમાં ડીંડોલી પોલીસ સ્ટેશન PART- B 11210056220952/2022 જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/21/13-surat-birthday-celebration-viral-sunil2_1647868027/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.