અરે બાપરે / સુરતમાં દીકરીના જન્મદિવસની કેક કપાય તે પહેલા જ પિતાએ ગળાફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન, કારણ જાણીને ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

સુરત(Surat): શહેરના નવાગામ(Navagam)માં એક પિતા એકની એક પુત્રીના જન્મ દિવસ(Birthday)ની કેક કાપવાના અડધો કલાક અગાઉ જ પરિવારને રસોડામાંથી બહાર કાઢી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જવા પામ્યો હતો. પરિવારે જણાવતા કહ્યું હતું કે, બે વર્ષથી આર્થિક ભીંસમાં હોવાનું જાણવા મળ્યું હતું.

બીજી બાજુ તેઓ TBની બીમારીમાં સપડાયા હોવાનું પણ સામે આવ્યું હતું. છેલ્લા 24 મહિનામાં ત્રણથી ચાર વાર પરિવારને ઘર બહાર કાઢીને અંદરથી દરવાજો બંધ કરી દેતા હતા અને અડધો કલાક પછી દરવાજો ખોલી દેતા હતા. જો કે આ વખતે તેમણે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

આપઘાત કરી લેતા દરવાજો અંદરથી બંધ કરી દીધો
પરિવારે જણાવતા કહ્યું હતું કે, મોતને ભેટો કરનાર પ્રવીણ પીતાંબર શિરસાડ (ઉ.વ.આશરે 39) રહે. ગોવર્ધન નગર નવાગામના રહેવાસી અને મહારાષ્ટ્રના વતની હોવાની માહિતી સામે આવી હતી અને એક દીકરી અને એકના એક દીકરાના પિતા પણ હતા. પિતા મોપેડ અને બાઇક રીપેરીંગનું કામ કરી પરિવારને રોજી રોટી પૂરી પાડતા હતા.

ગઈ કાલે સાંજના રોજ પ્રવીણભાઈ દારૂના નશામાં ઘરે આવી પહોચ્યા હતા. ત્યાર પછી રસોડામાં કામ કરતા પરિવારને બહાર કાઢીને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ઘણો સમય થયો તેમ છતાં પણ દરવાજો ન ખોલતા દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા પ્રવિણભાઇ આપઘાત કરેલી હાલતમાં જોવા મળ્યો હતો.

મૃતકને ટીબીની બીમારી હતી
મળતી માહિતી અનુસાર, છેલ્લા બે વર્ષથી પ્રવિણભાઈ TBની બીમારીથી પીડાઈ રહ્યા હતા. જેને કારણે તેઓ દારૂ પીવાના રવાડે ચડી ગયા હતા. તેની પત્ની સંગીતા સાથે અવાર-નવાર નાની નાની રકમની માંગણી કરી માથાકૂટ અને બોલાચાલી કરી રહ્યા હતા. ખાનગી કંપનીમાં કામ કરતા તેમના પત્ની સંગીતબહેન ઘર ચલાવવાની સાથે વતન મહારાષ્ટ્રમા અભ્યાસ કરતા દીકરાનો ભણવાનો ખર્ચ પણ કાઢી રહ્યા હતા.

એકની એક દીકરીનો જન્મ દિવસ હોવાને કારણે તેમની માતા સંગીત બહેન બજારમાંથી કેક બનાવવાનો સમાન લઈ આવ્યા હતા અને ઘરની અંદર જ પરિવાર સાથે જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. જોકે ઉજવણી અંગેની સંપૂર્ણ તૈયારી થઈ ગયા પછી દીકરી મામાને બોલાવવા માટે ગઈ હતી. એવા સંજોગોમાં પ્રવીણભાઈ ઘરે આવી રસોડામાં ગળાફાંસો ખાઈ લેતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જવા પામ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.