મસ્તી કરવી ભારે પડી / ખાખીવર્દીમાં કારમાં ડાન્સ કરવો પડ્યો ભારે, જુઓ કરી એવી કડક કાર્યવાહી કે, હચમચી ઉઠ્યો આખો પોલીસ સ્ટાફ : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ

પૂર્વ કચ્છ(Kutch)ના ગાંધીધામ(Gandhidham) એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા ત્રણ પોલીસકર્મીઓ(Policemen)ને ખાખી વર્દીમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરવો ખુબ જ ભારે પડ્યો છે. એસપી દ્વારા નિયમોનો ભંગ કરી રહેલા અને વર્દીમાં જૂમી રહેલા ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ(Three policemen suspended) કરી દેવામાં આવ્યા છે.

વીડિયો થયો હતો વાયરલ
એક વીડિયોમાં ચાર પોલીસ કર્મીઓ કારમાં સવાર થઈને યુનિફોર્મ પહેરીને એક ગીત પર ઝૂમી રહ્યાં છે. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તપાસ કરતા જાણવા મળ્યુ કે, જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરી કચ્છના એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવે છે. આ ત્રણેય જવાન સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા નજર આવ્યા હતા. તેઓ કારમા હાથ હલાવીને ઝૂમી રહ્યા હતા.

વર્દી પહેરેલા જવાનો આ રીતે ઝૂમી ડાન્સ કરે તે ખાખીને શોભે તેવી વાત ન હતી. જોકે, આ વીડિયો ઉપરી અધિકારીઓના ધ્યાનમાં આવતા જ તાત્કાલિક પગલા લેવાયા હતા. ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી ત્રણેય જવાનોને ફરજ પરથી મોકૂફ કરાયા હતા.

આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ એસપી મયુર પાટિલે વિગતો જણાવતા કહ્યું હતું કે, સોશિયલ મીડીયા પર ચાર જેટલા પોલીસ કર્મી કારમાં પોલીસની ખાખી વર્દીનો યુનિફોર્મ હોવા છતાં પણ ગીત ઉપર ઝૂમી રહ્યા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરીને ખાખી ગણવેશમાં હોવા છતાં સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા નજરે પડ્યા હતા અને તેમજ સીટબેલ્ટ ન બાંધી ટ્રાફીક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી તેમણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ચાર પૈકી એક પોલીસ કર્મી પૂર્વ કચ્છમાંથી બનાસકાંઠા જિલ્લામા઼ ફરજ બજાવી રહેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ગયા એકાદ વર્ષથી પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા પર કાયદાના રખેવાળોનું જાણે કોઇ પણ પ્રકારનો અંકુશ જ ન રહ્યો હોય તેમ એક પછી એક આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. તો ચોરી, લૂંટફાટના કેસો પણ સામે આવી રહ્યા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=639316307309274 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.