આર્મેનિયાના એક વ્યક્તિએ હેલિકોપ્ટરથી લટકીને પુલ-અપ કરવાનું પરાક્રમ કર્યું છે. રોમન સાર્ડિયન નામના એક વ્યક્તિએ હેલિકોપ્ટરથી લટકીને 23 પુલ-અપ્સ કર્યા હતા, જે એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે અને તેની નોંધ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે. ખુદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે રોમનનો આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે
એક મિનિટમાં 23 પુલઅપ્સ
કેટલાક લોકો વર્કઆઉટના ખૂબ જ શોખીન હોય છે અને તેમાં ઘણો સમય વિતાવે છે. સામાન્ય રીતે લોકો જીમમાં કે પોતાના ઘરમાં આરામથી વર્કઆઉટ કરતા હોય છે પરંતુ, જો કોઇ હેલિકોપ્ટર પર લટકીને વર્કઆઉટ કરતા જોવા મળે તો ખરેખર કોઇને પણ નવાઇ લાગશે. આર્મેનિયાના રોમનનો હેલિકોપ્ટરમાંથી ખેંચાતો વીડિયો વાયરલ થયો છે. રોમન સરડીયને એક મિનિટમાં હેલિકોપ્ટરથી લટકીને 23 પુલ-અપ્સ કર્યા અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
રોમનનો આ વીડિયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રોમન એક હેલિકોપ્ટરની લેન્ડિંગ સ્લાઇડને પકડીને ઊભો છે જ્યારે તે ઉડાન ભરી રહ્યો છે. તે પછી તેણે વિમાનમાંથી હવામાં લટકીને, કુશળતાપૂર્વક પુલ-અપ્સ કર્યા.
View this post on Instagram
ખુદ ગિનિસ રેકોર્ડ્સે ઇન્સ્ટા એકાઉન્ટ પર લખ્યું છે : રોમન સરડીયને એક મિનિટમાં હેલિકોપ્ટરમાંથી 23 પુલ-અપ્સ મૂકીને એક રેકોર્ડ બનાવ્યો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર રોમને આ રેકોર્ડ ગત વર્ષે 2 ઓક્ટોબરે આર્મેનિયાના યેરેવાનમાં હાંસલ કર્યો હતો. તે ઘણી વખત રેકોર્ડ હોલ્ડર પણ રહી ચૂક્યો છે. શેર થયા બાદ આ વીડિયોને થોડા જ કલાકોમાં 82 હજારથી વધુ લાઇક્સ મળી છે. યુઝરે આ વીડિયોના ખૂબ વખાણ પણ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!