યુવાનોના નવાબી શોખ / જુઓ આજના થનગનતા યુવાનોની દશા, શાળામાં ભણતા યુવક-યુવતી શરુ બસમાં બીયર પિતા કેમેરામાં કેદ થયા : જોઈલો વિડિઓ

ઇન્ડિયા

આજની યુવા પેઢી કઈ બાજુ જઈ રહી છે એ કોઈને નથી ખબર. કારણ કે આજકાલના નવયુવાનોને નશાની લત કઈ દિશામાં લઈ જાય એ ખબર હોતી નથી. ત્યારે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક સ્કૂલના વિદ્યાર્થીઓ બીયર પીતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાનો છે, જેમાં વિદ્યાર્થીઓ ચાલતી બસમાં બિયર પી રહ્યાં છે.

એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ, આ વીડિયો ક્લિપ એક વિદ્યાર્થીએ રેકોર્ડ કરી હતી અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ તમામ વિદ્યાર્થીઓ ચેંગલપટ્ટુની એક સરકારી શાળાના છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે, આ વીડિયો ઘણો જૂનો છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ ઘટના મંગળવારે બની હતી. આ સમાચાર સ્થાનિક મીડિયામાં પણ બતાવવામાં આવી રહ્યા છે.

આ તમામ વિદ્યાર્થીઓ તિરુકાઝુકુન્દ્રમથી થચુર જઈ રહેલી બસમાં તેમના સ્કૂલ યુનિફોર્મમાં હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

જિલ્લા શિક્ષણ અધિકારીને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સત્તાવાળાઓએ આ ઘટનાની સંજ્ઞાન લીધી છે અને સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.