BREAKING NEWS / જુઓ ચૂંટણી પંચે આ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ની જાહેરાત કરી, જુઓ લગાવ્યા આ મોટા પ્રતિબંધો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ચૂંટણી પંચ આજે યુપી સહિત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આજે બપોરે સાડા ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ આ પાંચ રાજ્યોમાં આચાર સંહિતા લાગૂ થઈ જશે.

UP માં 15 કરોડ કરતા વધુ મતદારો
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં ગત વિધાનસભા ચૂંટણી 7 તબક્કામાં થઈ હતી. યુપીમાં 15 કરોડ કરતા વધુ મતદારો આ વખતે મતદાન કરશે. વર્ષ 2017માં ચૂંટણી પંચે આ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત 3 જાન્યુઆરીએ કરી હતી. આ વખતે 8 જાન્યુઆરીએ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ યુપીમાં 5-7 તબક્કામાં, પંજાબમાં 1થી 2 તબક્કામાં અને મણિપુરમાં પણ 1-2 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.

પંજાબમાં સુરક્ષાનો પડકાર
પંજાબની વાત કરીએ તો અહીં ચૂંટણી કરાવવાની સાથે ચૂંટણી પંચ સમક્ષ સુરક્ષા પણ મોટો પડકાર છે. ગુપ્તચર એજન્સીઓ ઈનપુટ આપી ચૂકી છે કે પંજાબમાં સુરક્ષા સ્થિતિ ખુબ ગંભીર છે.

કોરોનાના વધતા કેસો વચ્ચે ચૂંટણી કરાવવી એ પડકાર
આ સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ પણ મોટો મુદ્દો બનીને ચૂંટણી પંચ સમક્ષ ઊભો છે. ચૂંટણી રેલીઓ કરાવવાની મંજૂરી હશે કે નહીં તેના પર નિર્ણય ચૂંટણી પંચ લેશે.

અત્રે જણાવવાનું કે યુપીમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. ભાજપ ગઠબંધનને 325 બેઠકો, સપાને 47, બીએસપીને 19, કોંગ્રેસને 7 અને અન્યને 7 બેઠકો મળી હતી. જ્યારે 2017માં પંજાબમાં કોંગ્રેસને બહુમત મળ્યું હતું. કોંગ્રેસને 77, આમ આદમી પાર્ટીને 20, અકાલી દળને 16 અને ભાજપને 3 બેઠકો પર જીત મળી હતી. અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડમાં પણ ભાજપની સરકાર છે. ગત ચૂંટણીમાં ભાજપને 56, કોંગ્રેસને 11 અને અન્યને 2 બેઠક મળી હતી.

શુક્રવારે જ વધારવામાં આવી ચૂંટણીના ખર્ચની મર્યાદા
ઈલેક્શન કમિશને શુક્રવારે જ કેમ્પેનિંગ માટે ઉમેદવારના ખર્ચની મર્યાદા વધારી દીધી હતી. હવે લોકસભા ચૂંટણી દરમિયાન ઉમેદવાર પોતાના પાર્લમેન્ટરી વિસ્તારમાં વર્ષ 2014માં નક્કી કરવામાં આવેલા 70 લાખ રૂપિયાની જગ્યાએ 95 લાખ રૂપિયા અને 54 લાખ રૂપિયાની જગ્યાએ 75 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે.

આ રીતે વિધાનસભા ચૂંટણી દરમિયાન 28 લાખ રૂપિયાની જગ્યાએ 40 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયાની જગ્યાએ 28 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે. કમિશને આ ખર્ચની સીમા એની એક કમિટીએ કરેલી ભલામણના આધારે વધારી છે.

વેક્સિનેટેડ લોકોને જ બૂથમાં એન્ટ્રી આપવામાં આવી શકે છે
કોરોનાની વચ્ચે ચૂંટણીમાં મતદાન કેન્દ્રો પર વેક્સિનના બંને ડોઝ નહિ લગાડનારની એન્ટ્રી બંધ કરવામાં આવી શકે છે. જોકે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. એના માટે ગુરુવારે ઈલેક્શન કમિશન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વચ્ચે થયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દેશમાં વધતા કોરોનાના મામલાને કારણે સર્જાયેલી સ્થિતિનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય સચિવે ઈલેક્શન કમિશનને દેશમાં કોવિડની સ્થિતિ વિશે માહિતી આપી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.