ગુજરાતમાં ‘ગ્રીષ્મા’ ની જેમ બીજી દીકરી હણાઈ, જુઓ માસુમ દીકરીનું જાહેરમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરી, લોહીના ખાબોચિયા ભરાયા, જાણો ક્યાં બની આ ઘટના

ગુજરાત ટોપ ન્યૂઝ

ખેડા જિલ્લામાં ગ્રીષ્મા વેકરિયા જેવો હત્યાકાંડ સામે આવતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના ત્રાજ ગામે બસ સ્ટેન્ડ પાસે ગઈ કાલે સાંજના સુમારે ગામની એક સગીરાની જાહેરમાં ગળું કાપી નાખી નિર્મમ હત્યા કરવામાં આવી છે.

સગીરાની પણ ગ્રીષ્મા વેકરિયાની જેમ જાહેરમાં ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. ખેડા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હત્યારાને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, સાંજના સાત વાગ્યાના સુમારે હત્યાની ઘટના બની હતી.

ખેડા જિલ્લાના માતર નજીક તારાપુર હાઇવે પર આવેલ ત્રાજ ગામે ગામમાં વસવાટ કરતી કૃપા પટેલ નામની 16 વર્ષની દીકરી સાંજના સમયે ગામમાં મહાદેવના દર્શન કરવા માટે ગઇ હતી અને પરત ફરતી વખતે ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડ્રીંક લેવા માટે આવી હતી.

બસ આ સમયે ગામમાં જ રહેતો રાજુ નામના 46 વર્ષના શખ્સે કૃપાને પકડી લીધી હતી અને પોતની પાસે રહેલ ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખી હતી. આટલે ઓછું હોય તેવી રીતે કૃપાના હાથ પર પણ બે ઘા મારવામાં આવતા દુકાનની પાસે લોહીના ફુંવારા ઉડ્યા હતા. જોકે અચાનક જ બનેલી આ ઘટનાને લઇ કૃપા સાથે આવેલી તેની બહેનપણીએ બૂમો પાડતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. કૃપાને 108 માધ્યમથી સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જોકે કૃપાને સારવાર મળે તે પહેલા જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. બીજી બાજુ સ્થાનિક લોકો દ્વારા આરોપીને ઝડપી પાડીને માતર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો, ઘટનાની જાણ ખેડા SPને થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃતક કિશોરીના પરિવારજનોની ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી અને હત્યારા રાજુની પૂછપરછ શરુ કરી કૃપાની હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે, કઈ રીતે હત્યાનો પ્લાન ઘડ્યો તેની તપાસ માતર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજુએ શા માટે કૃપાની નિર્મમ હત્યા કરી તે હજુ જાણી શકાયુ નથી. આજે પોલીસ પ્રેસ કોન્ફન્સ કરી સમગ્ર માહિતી આપી શકે છે. સાથે જ કૃપા પટેલના પરિવાર દ્વારા આરોપીને જાહેરમાં ફાંસીની સજા થાય એવી માંગ કરવામાં આવી છે. હત્યારા રાજુએ કૃપાના ગળાના ભાગમાં બે અને હાથના ભાગે બે ધા માર્યા હોવાનું મેડિકલ ઓફિસર દ્વરા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

આજે કૃપાના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સગીરાના પરિવાર દ્વારા આરોપીને ખુબ જ ટૂંકા સમયમાં સજા થવી જોઈએ તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. જાહેરમાં સગીરાની હત્યા થતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.