હે ભગવાન…હવે ગુજરાતની દીકરીઓ પણ ચડી ડ્રગ્સના રવાડે, જુઓ આ શહેરમાં MD ડ્રગ્સના એટલા જથ્થા સાથે ઝડપાઈ કે જાણીને તમે ચોંકી જશો

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરનાં રેસકોર્સ ખાતેથી SOG પોલીસે MD ડ્રગ્સનાં જથ્થા સાથે એક યુવતી ઝડપી પાડી હતી. આરોપી યુવતી આ પહેલા પણ તેના પૂર્વ પતિ સાથે ડ્રગ્સ લેતા ઝડપાઇ હતી. ત્યારપછી તે સુધરી જશે તેવી ઈચ્છા વ્યક્ત કરી પોલીસમાં ભરતી થવાની ઈચ્છા દર્શાવતા પોલીસ તેની આ વાતમાં મદદ કરી હતી.

આ યુવતી ફરીથી એક વાર 12.36 ગ્રામ MD ડ્રગ્સ સાથે એસઓજીનાં હાથે ઝડપાઇ હતી. અને તેને કબુલ કર્યું કે તેને ડ્રગ્સ નામચીન જ્લ્લાલુદીન પાસેથી ડ્રગ્સ લીધો હતો,અને ત્યારપછી પોલીસે જલ્લ્લુદીન ની ઘરપકડ કરી લીધી.

જાણવા મળ્યું છે કે, કરણપરામાં રાજહંસ એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીની અમી દિલીપ ચોલેરા ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્સમાંથી પસાર થવાની છે, તેવી માહિતી મળતાં એસઓજીનાં સ્ટાફે રેસકોર્સમાં બગીચા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન પેડલર અમી ચોલેરા એક્ટિવામાં પસાર થતાં જ પોલીસે તેને અટકાવી અને તેની તપાસ કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક અને સ્કૂટરની ડેકીમાંથી જ ડ્રગ્સની બીજી પડીકી મળી આવી હતી.

અમી પાસેથી મળેલી પડીકીમાં ડ્રગ્સ હોવાની શંકા હતી, તેથી પોલીસે એફએસએલ ટીમને પણ સ્થળ પર બોલાવી હતી. અને એફએસએલની ટીમે જપ્ત થયેલો પદાર્થ MD ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. જેને લઈને પોલીસે અમી ચોલેરા પાસેથી રૂ.1,23,600ની કિંમતનું 12.36 ગ્રામ MD ડ્રગ્સ તેમજ મોબાઇલ અને સ્કુટર મળી કુલ રૂ.1,78,700નો માલ જપ્ત કરી અમીની ધરપકડ કરી લેવામાં આવી.

પોલીસ દ્રારા કરાયેલી પૂછપરછમાં અમીએ ડ્રગ્સનો જથ્થો જલ્લાલુદીન પાસેથી લીધો તેનું કબુલ કર્યું હતું. પોલીસે જણાવ્યા મુજબ,અમી ચોલેરાના અગાઉ પૂર્વ ક્રિકેટર સાથે લગ્ન કાર્ય હતા. બાદમાં તેણીની સુધાના પરિચયમાં આવતા તે ડ્રગ્સનાં રવાડે ચડી પોતે ડ્રગ્સ ડીલર બની ગઇ હતી.

ત્યારપછી અમીએ પણ ઘણા યુવકોને ડ્રગ્સ લેવાના રવાડે ચડવી દીધો હતા. બીજીબાજુ જલ્લાલુદીન ફ્રૂટના ઓઠા હેઠળ ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવી રહ્યો હોવાનું ઘણા સમય પહેલા પણ સામે આવ્યું હતું,તે માટે પોલીસ ને પણ લાંબા સમયથી તેની શોધ ખોળ કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *