ગજબ ભાઈ ગજબ / ભારતમાં અહીં દીકરીના લગ્ન નક્કી થતાં જ બાપ શરૂ કરી દે છે ઝેરી સાપ પકડવાનું, કારણ જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

અજબ ગજબ ઇન્ડિયા ટોપ ન્યૂઝ

આપણા સમાજમાં લગ્નનું ખાસ મહત્વ રહેલું છે. ખુબ ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. જેમાં દીકરીને પિતા દ્વારા ખુબ જ અનમોલ ભેટ પણ આપવામાં આવી હોય છે. આપણા સમાજમાં કેટલી એવી અનોખી પરંપરાઓ હોય છે જેને સાંભળીને કે જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ જતા હોય છે. આવી જ એક પરંપરા છે કન્યાદાનમાં ઝેરી સાપ આપવાની. તો આજે જાણીશું કે તેના પાછળ શું કારણ છે અને કેવી રીતે શરૂઆત થઈ. તમે દહેજમાં ગાડી મળી, સોના-ચાંદીના ઘરેણાં મળ્યા, વૈભવી મકાન આપ્યું, રૂપિયા આપ્યાનું તો સાંભળ્યું હશે. પરંતુ તમે ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે દહેજમાં 21 ઝેરી સાપ મળ્યા. આ એક અનોખી પરંપરાનો ભાગ છે. જે કેટલાક ખાસ વિસ્તારોમાં ખુબ લાંબા સમયથી ચાલી આવે છે.

ગૌરીયા સમાજની અનોખી પરંપરા : મધ્યપ્રદેશના ‘ગૌરીયા’ સમાજમાં ઝેરી સાપ આપવાની પરંપરા છે. દીકરીના લગ્નમાં પિતા દહેજમાં 21 ઝેરી સાપ આપે છે. ગૌરીયા સમાજમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. જેના પાછળ એક ખાસ માન્યતા પણ છે.

લગ્ન ટકાવી રાખવા સાપની ભેટ : ગૌરીયા સમાજમાં એવી માન્યતા છે દહેજમાં સાપ આપવાથી લગ્ન જીવન લાંબા સમય સુધી ટકી રહે છે. ગૌરીયા સમાજ માટે છે જો આ સમુદાયનો કોઈ વ્યક્તિ તેની દીકરીને દહેજમાં સાપ ન આપે તો ટૂંકા ગાળામાં તેના છૂટાછેડા થઈ જાય છે.

દીકરી માટે પિતા પકડે છે સાપ : એવું કહેવામાં આવે છે કે દીકરીના લગ્ન નક્કી થતા પિતા સાપ પકડવામાં લાગી જાય છે. જમાઈને દહેજમાં આપવા માટે પિતા સાપને શોધવામાં લાગી જાય છે. જેમાં ગેહુઅન સહિતના કાળતરા ઝેરી સાપ પણ હોય છે. જેને પકડીને સસરા જમાઈને દહેજમાં આપે છે.

રોજગારી માટે સાપ આપે છે ભેટમાં : એવું પણ માનવામાં આવે છે કે ગૌરીયા સમાજના લોકોનું મુખ્ય વ્યવસાય સાપ પકડવાનો છે. વાદીની જેમ સાપ બતાવી આ લોકો પૈસા કમાતા હોય છે. જેથી પિતા સાપને પકડીને દીકરીને આપે છે. જમાઈ અને દીકરી આ સાપથી પૈસા કમાઈ શકે તેના માટે આવી અનોખી ભેટ આપવાની પરંપાર હોવાનું પણ માનવામાં આવે છે.

સાપની સુરક્ષા માટે પણ છે નિયમો : સાપ પકડવાના વ્યવસાય સાથે ગૌરીયા સમાજે સાપના રક્ષણ માટે કેટલા નિયમો પણ બનાવ્યા છે. માન્યતા મુજબ જો સાપ તેમની પેટીમાં જ મરી જાય તો સાપ પકડનારોનો આખો પરિવાર મુંડન કરાવે છે. એટલું જ નહીં પણ સમાજના તમામ લોકોને ભોજન પણ કરાવવું પડે છે.

અહીંના લોકો સાપથી નથી ડરતા : મધ્યપ્રદેશમાં વસતો ગૌરીયા સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. અહીના લોકો તો જંગલ સાથે રહેવા ટેવાયેલા છે. પરંતુ અહીં તો બાળકો પણ સાપથી બિલકુલ નથી ડરતા. કોઈ રમકડાથી રમતા હોય તેવી રીતે અહીં ગૌરીયા સમાજના બાળકો સાપ સાથે રમત કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.