હચમચાવી દે તેવી ઘટના / અમેરિકા-કેનેડાની બોર્ડર પર -35 ડિગ્રી તાપમાનમાં થીજી જનાર માસુમ 4 બાળકો ગુજરાતી હતા, જાણો સમગ્ર મામલો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

મૃતકોમાં પતિ પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે

અમેરિકા-કેનેડાની બોર્ડર પર હૃદયદ્રાવક દુર્ઘટનામાં ચાર ભારતીય નાગરિકોનાં અતિશય ઠંડીના કારણે મોત થયાં છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. જોકે, આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે. મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ ગુરુવારે જણાવ્યું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યાં જેમાં બે શબ વયસ્કોનાં,એક કિશોર અને એક બાળક છે.જ્યારે શબ બરામદ થયાં ત્યારે ત્યાં માઇનસ 35 ડિગ્રી તાપમાન હતું.

અમેરિકા અને કેનેડા બોર્ડર પર એક હચમચાવી નાંખે તેવી એક ઘટના બની છે, જેમાં એક બાળક સહિત ચાર ભારતીયોનો પરિવાર બરફના તોફાનમાં ફસાઈ ગયો હતો અને તેમાં તમામના મોત થયા છે. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ ગુરુવારે જણાવ્યું હતું કે ગુરુવારે એમર્સન નજીક કેનેડા-યુએસ સરહદ નજીક કેનેડિયન બાજુએ બે પુખ્ત, એક કિશોર અને એક શિશુ સહિત ચાર મૃતદેહ મળી આવ્યા હતા.

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના પરિવારનું ઠંડીથી મૃત્યુ થયા બાદ શોક વ્યક્ત કર્યો હતો અને યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો. પરંતુ સત્તાધીશો માનવું છે કે ભારતીય પરિવાર હિમવર્ષાની ઝપેટમાં ત્યારે આવ્યો જ્યારે તેઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ચારેય મૃતદેહો બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યાં
અમેરિકન અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે માનવામાં આવી રહ્યું છે કે મૃતક ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરસીએમપીના મદદનીશ કમિશનર જેન મૈક્લેચીએ કહ્યું કે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. પ્રારંભિક તપાસમાં લાગે છે કે તમામનાં મોત ઠંડીમાં ઠૂંઠવાઈ જવાના કારણે થયાં છે. તેમણે વધુમાં કહ્યું કે આરસીએમપીનું માનવું છે કે ચારે મૃતક એ ગ્રૂપનો હિસ્સો હતા જેમણે બોર્ડરની નજીક અમેરિકન ક્ષેત્રથી પકડવામાં આવ્યા છે. ચારેય મૃતદેહો બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યાં છે.

ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળ્યાં
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તપાસના આ ખૂબ જ પ્રારંભિક તબક્કે, એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતદેહ મળ્યા પહેલા એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી. જેઓ થોડી વાર પહેલા જ બોર્ડર ઓળંગી ગયા હતા. જેના કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. ચાર કલાકની શોધખોળ બાદ પહેલા મૃતદેહો મળી આવ્યા હતા.

એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે
તેમણે કહ્યું, ‘અમે ખૂબ જ ચિંતિત છીએ કે આ બોર્ડર પાર કરવાના પ્રયાસને કોઈ રીતે સુવિધા આપવામાં આવી હોઈ શકે છે અને જ્યારે હવામાન માઈનસ 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું, ત્યારે એક બાળક સહિત આ વ્યક્તિઓ ભારે હિમવર્ષા વચ્ચે એમના જ હાલ પર છોડી દેવામાં આવ્યા હતા.’તેમણે વધુમાં જણાવતા કહ્યું કે આ પીડિતોને માત્ર ઠંડા હવામાનનો જ નહીં, પણ લાંબા મેદાનો, ભારે હિમવર્ષા અને સંપૂર્ણ અંધકારનો પણ સામનો કરવો પડે છે.ઇમર્સન એ માર્ગ પર છે જેનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે બોર્ડર પાર કરવા માટે કરે છે. એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે કારણ કે રોગચાળાને કારણે સરહદ બંધ કરવામાં આવી છે.

કેનેડામાં ભારતના હાઈ કમિશનર બિસારિયાએ જણાવ્યું કે આ એક ગંભીર દુર્ઘટના છે. તેમણે ટ્વીટ કર્યું કે ભારતીય કોન્સ્યુલર ટીમ તપાસ અને સહાય માટે આજે ટોરોન્ટોથી મેનિટોબા પ્રવાસ કરી રહી છે. તેમણે લખ્યું, “અમે કેનેડિયન અધિકારીઓ સાથે આવી વિચલિત ઘટનાઓની તપાસ કરવા માટે કામ કરીશું”

કોર્ટના દસ્તાવેજો અનુસાર, ઉત્તર ડાકોટામાં યુએસ બોર્ડર પેટ્રોલ (યુએસબીપી) ના અધિકારીઓએ બુધવારે કેનેડિયન સરહદ નજીક દક્ષિણમાં 15 પેસેન્જર વાહનને અટકાવ્યું હતું. મિનેસોટા ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઑફિસે ગુરુવારે બપોરે એક પ્રકાશન બહાર પાડ્યું હતું અને જણાવ્યું હતું કે ફ્લોરિડાના 47 વર્ષીય સ્ટીવ શેન્ડ તરીકે ઓળખાતા ડ્રાઇવરને આ ઘટનાના સંબંધમાં માનવ તસ્કરી માટે ધરપકડ કરવામાં આવી છે.

ન્યાય વિભાગે જણાવ્યું કે કાયદા અમલીકરણ અધિકારીઓએ પણ જાણ્યું કે બે ભારતીય નાગરિકો પાસે દસ્તાવેજ નહોતા. કોર્ટના દસ્તાવેજો જણાવે છે કે કાયદા અમલીકરણ અધિકારીઓને પેસેન્જર વાનના પાછળના ભાગમાંથી પ્લાસ્ટિકના કપ, પાણીની બોટલ, બોટલ્ડ જ્યુસ અને અન્ય ખાદ્ય ચીજો મળી આવી હતી. કાયદા અમલીકરણ એજન્સીને 18 જાન્યુઆરી, 2022ની તારીખે પીણાં અને ખાદ્યપદાર્થોની રસીદો અને શૅન્ડના નામે વાન માટેના ભાડા કરારો પણ મળ્યા, જેમાં પરત કરવાની તારીખ 20 જાન્યુઆરી 2022ની છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.