પાકિસ્તાની મૌલાના / કિશન ભરવાડની હત્યાના કેસમાં દિલ્હીનો મૌલાના નીકળ્યો માસ્ટરમાઈન્ડ, જુઓ ગુજરાતની ATS ટીમે કર્યો ચોંકાવનારો ખુલાસો : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ભડકાઉ ભાષણોમાં ધાર્મિક લાગણીઓ દુભાવનારને ન છોડવા યુવકોને ઉશ્કેરતો, કિશનનો હત્યારો શબ્બીર પણ પાકિસ્તાની YOUTUBE ચેનલ સતત ફોલો કરતો હતો. શબ્બીરે કિશન પહેલા પોરબંદરના સાજણ ઓડેદરાની હત્યાનો પ્લાન હતો, હત્યા માટે ઉશ્કેરનાર દિલ્હીનો મૌલાના કમર ગની ઉસ્માની ઝડપાયો.

ધંધુકાના કિશન ભરવાડ હત્યા પ્રકરણમાં અમદાવાદ ATSની ટીમે દિલ્હીથી મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી લીધી છે. કમર ગની ઉસ્માનીએ હત્યારા શબ્બીર ચોપડાની મુલાકાત અમદાવાદમાં મૌલાના ઐયુબ જાવરાવાલા સાથે કરાવી હતી. સાથે સાથે મૌલાના ઐયુબએ કંઈ અલગ કરવાની વાત કરતાં ગનીએ તેમને લીગલી સપોર્ટ આપવાની બાંહેધરી પણ આપી હતી.

ATS ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, કમર ગની ઉસ્માની અને તેમના સંગઠન દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર કે એવું કૃત્ય કરનાર સામે પગલાં લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ ગુસ્તાખએ રસુલને માફ નહીં કરવામાં માની રહ્યો છે. સાથે સાથે કિશનની હત્યા માટે જે પિસ્ટલનો ઉપયોગ થયો હતો તે આપનાર રાજકોટ થોરાળાના કરીમ સબાને પણ ઝડપી લેવામાં આવ્યો છે અને તેની પુછપરછ કરવામાં આવી છે.

શબ્બીરે ઐયુબ પાસેથી પિસ્તોલ લઈ કિશનની જાહેરમાં હત્યા કરી હતી
સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ મૂકનાર ધંધુકાના કિશન ભરવાડ સામે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી પગલા લીધા હોવા છતાં ચોક્કસ તત્વો દ્વારા હજુ તેને યોગ્ય સજા નહીં થઈ હોવાનું માની તેને પાઠ ભણાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જેના માટે સ્થાનિક વિસ્તારના શબ્બીર ચોપડાએ અમદાવાદના મૌલાના ઐયુબની મદદથી પિસ્ટલ મેળવી પોતાના મિત્ર ઈમ્તિયાઝ પઠાણ સાથે બાઈક ઉપર કિશનનો પીછો કરી તેને જાહેરમાં ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

કમર ગની ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારને માફ કરતો નથી
આ ઘટનાને લઇને વાતાવરણ તંગ બની જતા સ્થાનિક પોલીસે જુદી જુદી ટીમો બનાવી હત્યારા શબ્બીર અને ઇમ્તિયાઝ તથા અમદાવાદના મૌલાના ઐયુબની ધરપકડ કરી લીધી હતી. તેમની પ્રાથમિક પૂછપરછમાં એવું સામે આવ્યું હતું કે, તેઓ ઘણા લાંબા સમયથી દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીના સંપર્કમાં હતો અને તેઓ ક્યારેય પણ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારને માફ કરતો નથી. માટે જ ગુસ્તાખએ રસુલનું વાઝીબએ કત્લમાં માને છે. સાથે સાથે તે કમર ગની ઉસ્માનીના ભડકાઉ ભાષણથી પણ પ્રેરિત થયો હતો. જેને પગલે એટીએસની ટીમે કમર ગની ઉસ્માનીને પણ ઝડપી લીધો છે. હવે તેઓ કેટલીવાર અમદાવાદ આવ્યો હતો અને કોને કોને મળતો હતો તેનું એક લિસ્ટ પોલીસની ટીમ તૈયાર કરી રહી છે. મુજબ અમદાવાદમાં તૈયાર થઈ રહેલા સ્લીપર સેલના સલમાન યુવકોની સાથે સાથે ઘણી યુવતીઓની પણ સંડોવણી સામે આવી રહી છે.

શબ્બીર પોરબંદરમાં પણ એક યુવકની હત્યા કરવા ગયો હતો
હવે જોવાનું એ રહ્યું કે ,અમદાવાદમાં અને ગુજરાતમાં એક્ટિવ થઈ રહેલા સ્લીપર સેલને ડામવામાં પોલીસ સફળ થાય છે કે, કેમ તથા તે પોલીસ માટે કેટલું પડકારજનક છે. આ ઉપરાંત તપાસમાં એવું પણ સામે આવી રહ્યું છે કે, મૌલાના ઐયુબ ગત વર્ષે હથિયાર સાથે શબ્બીરને લઈને પોરબંદર પર ગયો હતો. જ્યાં સાજણ ઓડેદરા નામના યુવકની હત્યા કરવાનું તેમને કાવતરું ઘડ્યું હતું પરંતુ સાજણ ઓડેદરાની ભાળ નહીં મળતાં તેઓ પરત આવ્યા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/30/maulana-arrest-yogesh1_1643559799/mp4/v360.mp4 )

જુઓ કમર ગની YOUTUBE ચેનલમાં ભડકાઉ ભાષણ કરતો હતો
ગુજરાતમાં જેહાદના નામે યુવકની હત્યા કરવા સુધીનો પ્લાન કટ્ટરપંથીઓએ કરી દીધો છે અને આ માત્ર વાત નહીં પણ પોલીસ તપાસમાં ખૂલેલી બાબત છે કટ્ટરપંથી દિલ્હીના મૌલાના કમર ગની અને પાકિસ્તાની YOUTUBE ચેનલ અને ભડકાઉ ભાષણ વિડિયો સર્ચ કરતો રહેતો હતો. તે ઘણી વખત પોતાના ભાષણમાં પણ ઘણી વખત કટ્ટરપંથી બાબતોનો ઉલ્લેખ કરતો હતો. આ સમગ્ર પ્રકરણમાં ગુજરાત એટીએસ અને અન્ય તપાસ એજન્સીઓ સક્રિય થઇ છે જેની તપાસ દરમિયાન ગુજરાતમાં એક નહીં બીજી હત્યા પણ થવાની હોવાનું બહાર આવી રહ્યું છે કમર ગનીના ઇન્સ્ટાગ્રામ પર અનેક યુવાનો તેના ભડકાઉ ભાષણો જોતા હતા. તેની સાથે ધંધુકા હત્યાનો આરોપી શબ્બીર ચોપડા પણ તેને ફોલો કરતો કરતો એક દિલ્હી પહોંચી ગયો હતો.પણ તેની મુલાકાત ક્યાં હતા તે તને મળવા મુંબઈ પહોંચ્યો જ્યાં કમર ગની તેને લીગલ મદદ કરવાનું જણાવ્યું અને તે જે કરે છે એમાં કંઈ ખોટું નથી તેવું પણ જણાવ્યું હતું ત્યારબાદ શબ્બીરને અમદાવાદના મૌલાના ઐયુબને મળવા માટે જણાવ્યું હતું સબીર અમને મળ્યા બાદ પહેલા પોરબંદરના યુવકને મારવા માટે ગયો હતો પણ તે ના મળતા થોડા દિવસ બાદ ધંધુકાના કિશન ભરવાડને મારી નાખો માટે આખું કારસ્તાન રચ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *