અરે બાપરે / ગુજરાતમાં ઘરે ઘરે હથિયારો પહોંચાડવાનો ટાર્ગેટ હતો, જુઓ ATS દ્રારા થયો આ મસમોટા ષડયંત્રનો પર્દાફાશ, વિગતો જાણીને તમારા હોશ ઉડી જશે

ગુજરાત

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં ગેરકાયદેસર વેંચાતા હથિયારોના સોદાગરોને ગુજરાત ATS ઝડપ્યા હતા. જેમની તપાસ દરમ્યાન વધુ કેટલાક હથિયારો સાથે 9 આરોપીઓને ATSએ પકડ્યા છે. અગાઉ પકડાયેલ આરોપીઓની વધુ પૂછપરછ તપાસ કરતા સામે આવ્યું હતું કે, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જીલ્લાઓમાં કેટલાંક ઇસમોને ગેરકાયદેસર હથિયારો વેચેલા છે.

આવા હથિયાર ખરીદનારા 28 ઇસમોને 60 ગેરકાયદેસર હથિયારો તથા 18 કારતુસ સાથે ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. બાદમા આ ગુનામાં સંડોવાયેલ દેવેન્દ્ર ઉર્ફે ડેંડુ તથા અન્ય આરોપીઓની પોલીસે પુછપરછ કરતા વધુ 9 આરોપીઓની આ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવાતા ગુજરાત ATS ની અલગ અલગ ટીમો બનાવી તેમને રાઉડઅપ કરવામાં આવ્યા હતા.

આ લોકોની જડતી પુછપરછ કરતા તેઓની પાસેથી બીજા 18 ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા છે. મહત્વનું છે કે, અગાઉ લીમડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી દેવેન્દ્ર તથા તેનો સાગરીત ચાંપરાજ ખાચર પોતાના કબ્જામાં વગર લાયસન્સના 4 હથિયારો સાથે ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડ પાસેથી ઝડપાયો હતો.

આમ ગુજરાત ATSની ટીમે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 37 આરોપીઓ પાસેથી 78 ગેરકાયદેસર હથિયાર તથા 18 કારતૂસ કબ્જે કર્યા છે. જોકે આ અંગે વધુ તપાસ બાદ ગેરકાયદેસર હથિયારો મળી આવવાની શક્યતાઓ રહેલી છે.

નવા ઝડપાયેલા આરોપીઓનું લિસ્ટ
(1) સિધ્ધરાજભાઇ કનુભાઇ ચાવડા
(2) મહેન્દ્રભાઇ ગભરૂભાઇ ખાચર
(૩) કિશોરભાઇ નકુભાઇ ધાંધલ
(4) મહાવીરભાઇ ધીરુભાઇ ધાંધલ
(5) જયરાજભાઇ બાબભાઇ ખાચર
(6) મહેન્દ્ર ઉર્ફે લાલો મંગળુભાઇ ખાચર
(7) રાજુભાઇ ઝીલુભાઇ જળ
(8) રાજવીર ઝીલુભાઇ
(9) વિપુલ રમેશભાઇ ગાડલીયા


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.