આ ચમત્કારી હનુમાનજીના મંદિરમાં 100 ફૂટ ખોદવા છતાં પણ હનુમાનજી નો એક પગ જમીનથી બહાર ન આવ્યો, રહસ્ય જાણીને તમે ચોંકી જશો

ધર્મ

દુનિયા ભરમાં હનુમાનજી ના ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે. હનુમાનજી ના મંદિરો પોતાની પ્રાચીનતા અને ચમત્કાર માટે વિશ્વભરમાં જાણીતા છે. હિન્દૂ ધર્મમાં હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને ભક્તિના દેવતા માનવામાં આવે છે. હનુમાન દાદા બાળ બ્રહ્મચારી તરીકે ઓળખાય છે.

એવી માન્યતા છે કે ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી ભૂત પ્રેત જોડે આવતા નથી. હનુમાન દાદા સાથે કેટલીક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. આજે અમે તમને હનુમાન દાદાના એક ચમત્કારી મંદિર વિશે વાત કરીશું.

ઉત્તરપ્રદેશ રાજ્યના સુલતાનપુર જિલ્લા ના કાદીપુરમાં હનુમાન દાદાનું ચમત્કારી મંદિર આવેલું છે. હનુમાનજી ના આ મંદિરને બીજેથુઆ મહાવીરન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીના આ મંદિર વિશે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે અહીં એક તળાવ છે જ્યાં હનુમાન દાદા એ કાલનેમી રાક્ષસને મારતા પેહલા સ્નાન કર્યું હતું.

કાલનેમી રાક્ષસના વધ કર્યા ની ઘટના રામાયણમાં પુસ્તક માં આપેલી છે. કહેવાય છે કે જ્યારે લક્ષ્મણ બેભાન અવસ્થામાં પડ્યો હતો ત્યારે તેમને સંજીવની બુટ્ટી ની જરૂર હતી અને હનુમાન દાદા તે બુટ્ટી લેવા ગયા હતા અને જ્યારે સંજીવની બુટ્ટી લઈને પાછા આવતા હતા ત્યારે કાલનેમી રાક્ષસ એ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને હનુમાનજીએ તેમનો વધ કર્યો હતો.

યુપી માં આવેલ આ મંદિર વિશે કહેવાય છે કે હનુમાજી નો એક પગ જમીન ની અંદર છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરના પૂજારીએ મૂર્તિની પ્રાચીનતા જોવા માટે પુરાતત્વ વિભાગને બોલાવ્યા હતા પરંતુ 100 ફૂટ સુધી ખોદકામ કરવા છતાં પણ પુરાતત્વ વિભાગ ના લોકોને હનુમાનજીનો એક પગ દેખાયો ન હતો. અહીંયા દાદા ના દર્શન કરવા માટે લોકો દૂર દૂર થી આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.