લોક સાહિત્યકાર ધીરૂભાઈ બારોટે ગીત લલકારી કિશનને બિરદાવ્યો, અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ કિશનની દીકરીને આટલા લાખ દાનમાં આપ્યા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

કિશનની ઉત્તરક્રિયામાં સગા-સંબંધી, માલધારી સમાજ સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા
ધંધુકા નજીક ચચાણા ગામે કિશન ભરવાડની ઉત્તર ક્રિયામાં આજે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સગાસંબંધીઓ, માલધારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ આવ્યા હતા. દરમિયાન અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા કિશન ભરવાડની દીકરી માટે 1 લાખ 11 હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. જ્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે આવેલા બરવાળાના ધીરુભાઇ બારોટે કિશનને કાવ્યાંજલી આપી હતી.

કિશનની દીકરી માટે 1.11 લાખનો ચેક અપાયો
ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ મુક્યાના વિવાદમાં ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. આ બનાવ બન્યાના દિવસથી જ માલધારી સમાજ સહિતના લોકો કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવામાં માટે વતન ચચાણા ખાતે ઉમટી રહ્યા છે. આજે કિશન ભરવાડની ઉત્તરક્રિયા હોવાથી સવારે 9 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી લોકો આવી રહ્યા હતા અને કિશનને શ્રદ્ધાંજલિ આપી હતી. દરમિયાન અખીલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા કિશન ભરવાડની દીકરીના ભાવિ માટે એક લાખ 11 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.

કિશનની દીકરી આઇપીએસ બને તેવી માંગ
અખીલ ભારતીય હિન્દુ મહાસભાના પદાધિકારી રાકેશ તિવારીએ જણાવ્યું હતું કે, કિશન ભરવાડને અમે શ્રદ્ધાંજલી આપી છે અને એક લાખ 11 હજારનો ચેક તેમની દીકરી માટે આપ્યો છે. જો કિશનના ઝડપી ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરીશું. ચેતન પંડિતે કહ્યું હતું કે, કિશનભાઇની ઇચ્છા હતી કે તેમની દીકરી ડોક્ટર બને પણ અમે ઇચ્છીએ કે તેમની દીકરી આઇપીએસ અધિકારી બને તેની સરકારે તાલીમ આપવી જોઇએ. અખિલ ભારત હિન્દુ મહાસભાના નિલેશસિંહ રાઠોડ અને આશિષ પટેલ પણ હાજર રહ્યા હતાં.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/05/31-kishan-with-music-shailesh_1644073480/mp4/v360.mp4 )

ધીરુભાઈ બારોટે કિશનને શ્રદ્ધાંજલિ આપી
બરવળાના લોક સાહિત્યકાર ધીરૂબાઇ બારોટ પણ કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતાં. તેમણે કિશન માટે એક કાવ્ય રજૂ કર્યું હતું અને પરિવારને સાંત્વાના આપી હતી. તેમણે કહ્યું હતું કે, કિશનભાઇને વિધર્મીઓએ માર્યા છે પણ તેઓ ખરેખર હવે તો અમર બની ગયા છે. તેમને લોકો હંમેશા યાદ રાખશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.