હીરામાં મંદીની લહેર / દિવાળી પછી હીરાના ઉધોગમાં તેજી રૂપી લાગેલા પુષ્પના રંગમાં કેમ અચાનક ભંગ પડ્યો, જાણો આ માહોલમાં રત્નકલાકારો અને શેઠિયાઓના શું હાલ થશે

ટોપ ન્યૂઝ બિઝનેસ

વૈશ્વિક હીરા ઉદ્યોગમાં પાછલા કેટલાક મહીનાઓથી ભારે તેજી હતી.તેમા પણ ખાસ કરીને દિવાળી પછીના સમયગાળામાં પાછલા એક દાયકાની તુલનાએ ઐતિહાસિક અને ફુલ ગુલાબી તેજીનો રંગ આસમાને ચડ્યો હતો. આ સમય ગાળામાં તમામ પ્રકારના હીરાની જંગી ડિમાન્ડ ઉદ્દભવી હતી.રફનાં ભાવ વધારાના પગલે તૈયાર હીરાની કિંમતો ખુબ ઉંચે ચડી હતી.સ્ટાર મેલે કેટેગરીના તૈયાર હીરાની કિંમતોમાં તો 70 થી 80 % સુધીનો અકલ્પનિય વધારો જોવા મળ્યો હતો.

હાલમાં કારખાનેદરો માટે સ્થિતિ એવી છે કે રફ કોઈપણ ભાવમાં આવે એમને બનાવવી પડે છે.જેથી સક્ષમ કારખાનેદારો જ્યારે રફનાં ભાવ સ્ટેબલ હોય ત્યારે એક સાથે ખરીદી લેતા હોય છે.પછી ધીમે ધીમે પોતાની ક્ષમતા મુજબ રફનું પોલિશ્ડ બનાવતા હોય છે. ભાવ વધારા દરમિયાન જો એમની પાસે જુનો સ્ટોક હોય તો એમને ફાયદો મળે છે.અને ભાવ વધારા દરમિયાન જો રફનો ઉંચો ભાવ હોય તો એમને પોલિશ્ડ માલ વેચવામાં તકલીફ પડતી હોય છે.

જાણો હીરામાં રંગમાં ભંગ પડવાનું શુ છે કારણ?
કારખાનાવાળા પણ પોતાની આવડતથી વધુ વજન અને સારું કટ, પ્યુરેટી બનાવે પણ તો તેમને ફાયદો મળે જ છે.પરંતુ તેઓ હવે રફ નહીં મળે એવા ભ્રમમાં આવી જઈને ગ્રુપમાં કોઇને ખબર ન પડે તેમ રફ હીરાની ખરીદી કરી લેતા હોય છે.આવા કારખાનેદારોને ગેરલાભ રફ વિક્રેતાઓ ઉઠવી લેતા હોય છે.

રફની જબરી માંગના કારણે એ તરત વેચાઇ જતી હતી.અમુક રફોનાં ભાવો પડ્યા બાદ પ્રિમિયમ બોલતા હતા.પરિણામે પેક થેલી પ્રીમિયમે એક હાથ માંથી બીજા હાથમાં ફરવા લાગી.આ થેલીમાં રહેલા હીરા જો તૈયાર કરી તેને વહેચવામાં આવે તો નફો મળાવાની સંભાવના જીરો હતી.નવાઈની વાત તો એ હતી કે આમ છતા બંધ થેલીઓના નફાથી વહીવટ થવા લાગ્યા હતા.

જે લોકો હીરાના કારોબાર સાથે સંકળાયેલા ન હતા એવા લોકો પણ નફો કરવાની લાલચે રફની પેક થેલી લઈને વેચવા લાગ્યા હતા.રફ હીરાની સમાંતર તૈયારનાં ભાવોમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો હતો.પોલિશ્ડ ડાયમંડ એક હાથ માંથી બીજા હાથમાં જવા લાગ્યા. અફસોસ એ છે કે આ ઉછાળો સ્થાનિક માર્કેટ પૂરતો જ હતો.કારખાનેદારો પણ બજારમાથી તૈયાર હીરાની ખરીદી કરી સ્થાનિક માર્કેટમાં સેલ કરવા લાગ્યા હતા.

મજબુત માંગને પગલે જેના હાથમાં તૈયાર માલ હતો એ રાજા હતા.જે તૈયાર હીરાની નિકાસ થવાની હતી કે જવેલરીમાં સેટ થઈને અંતિમ ગ્રાહક સુધી પહોંચવાના હતા તેને બદલે તે સ્થાનિક બજારમાં અંદરો અંદર ખુબ ફર્યો.માર્કેટ એટલું ગરમ બન્યું કે વિદેશથી હીરા સુરતની સ્થાનિક માર્કેટમાં વેચવા આવ્યા.

જેટલું માર્કેટ નાનું એટલું જ વધારે ગરમ,બેલ્જિયમ કરતા બોટાદમાં ભાવ વધારે આવવા લાગ્યા એવી અવળી ગંગા કેટલો સમય વહે ?? અતિની ગતિ ના હોય અને ગતિને મતિ ના હોય,આ તેજીમાં ઘણા કમાયા, પણ જેમની પાસે ઉંચી કિંમતનો માલ ઘરમાં રહી ગયો છે એમને અત્યારે નુકશાન છે.

બજારની સાચી તેજી ત્યારે કહેવાય જ્યારે તૈયાર માલમાં આવેલો વધારો જવેલરીમાં અથવા તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આગળ જતો હોય કારણ કે તૈયાર માલ તો છેલ્લે જવેલરીમાં જાય છે,જવેલરી વાળા તૈયાર હીરાના વ્યાજબી ભાવ આપવા તૈયાર હતા.તેઓ કહેતા હતા કે ચાલો તૈયારની તેજીને અમે માન્ય રાખીએ તો પણ એન્ડ યુઝર પાસે અમે વ્યાજબી જ ભાવ વધારો માંગી શકીયે તેમ છીએ.પરંતુ એમની પાસે જો 70 થી 80 % નો વધારો માંગીએ તો તેઓ ઓર્ડર હોલ્ડ પર મૂકી દે છે.

જ્વેલરી જીવન જરૂરિયાતની વસ્તુ નથી કે ગ્રાહકો તેને ફરજીયાત ખરીદી કરે.મોંઘવારી વધે ત્યારે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પણ કાપ મુકે છે.જ્યારે હીરા તો ફેશન અને સ્ટેટસની વસ્તુ છે.રફ વાળા ભાવ એટલે વધારે ત્યારે માલ કપાઈ જાય છે.કારખાનેદારોને તો કાયમ પોલિશ્ડ માલ બનાવીને ટ્રેડર્સ ને વેચવાનો હોય છે.ટ્રેડર્સ તેની નિકાસ કરવાના બદલે નફો મળતા સ્થાનિક માર્કેટમાં જ પોલિશ્ડ વેચી રહ્યાં હતા.જે ખોટે ચેનલ હતી.

આખી ચેનલની સાચી તંદુરસ્ત લાઈન તો ત્યારે કહેવાય જ્યારે હીરા જવેલરીમાં સેટ થઈને અંતિમ ગ્રાહક સુધી પહોંચે.આ ચેનલ અત્યારે અટકી ગઈ છે.જે સટ્ટો ચાલી રહ્યો હતો એ નીચેનાં ક્રમથી આગળ તરફ ઓછો થઈ રહ્યો છે.સાહેબ, દરેકને વહેલા મોડું સાચા રસ્તે આવવું જ પડે છે. વચ્ચે સોસિયલ મીડીયામાં એવા મેસેજો ફરતા થયા હતા કે પુષ્પા ઝુકેગા નહીં, તૈયાર માલ બહાર કાઢતા નહીં,સસ્તા માલ વેંચતા નહીં, પણ બધું સમય સંજોગો અનુસાર હોય છે.રિલલાઈફ અને રિયલ લાઈફમાં ફરક હોય છે.વ્યાપારને વ્યાપારની રીતે લેવાનું અને વિચારવાનું હોય માર્કેટને સમજીએ અને માર્કેટની રીતે ચાલીયે તો સમય ગમે તેવો આવે ક્યારેય વાંધો આવતો નથી.

ઘણા સમયથી ચાલી રહેલી તેજીમાં બીજા ક્રમાંકે જો કોઈ સફળ થયું હોય તો એ કારખાનેદારો છે. ઘણા વર્ષો પછી કારખાનેદારો માટે આ સમય ખુબ સારો રહ્યો હતો.રફ લઈને બનાવતા બે મહિના થાય.પરંતુ ચડતું માર્કેટ હતું એટલે દરેક તૈયાર માલનાં ભાવો ધાર્યા કરતા વધારે આવ્યા.

ત્રીજા તબક્કામાં પોલિશ્ડ માલ લેનાર વેપારીઓ (ટ્રેડર્સ) આવે છે.જેઓ કારખાનેદાર પાસેથી હોલસેલ પોલિશ્ડ માલ લઈ એનું એસોર્ટ કરી સાઈઝ નંબર બનાવી બાયરોને એક્સપોર્ટ કરે છે.અથવા જવેલર્સને ઓર્ડર મુજબ રિટેઈલમાં વેચે છે. સાધુ તો ચલતા ભલા એમ ટ્રેડર્સ ક્યારેય માલ ને પકડતા નથી.તેઓ હીરાની સતત લે -વેચ કરતા રહે છે.

ટ્રેડર્સ જ્યારે માર્કેટ નરમ હોય ત્યારે નરમ લે અને જ્યારે માર્કેટ ગરમ હોય ત્યારે ગરમ લઈ પોતાનો જૂજ નફો ચડાવી આગળ મોકલી દેતા હોય છે.આ તેજીમાં ત્રીજા નંબરે સફળ થયા હોય તો એ આ ટ્રેડર્સ છે/અને સૌથી છેલ્લે જવેલર્સ આવે છે. જેઓ પોતાના ઓર્ડર મુજબ ટ્રેડર્સ પાસેથી પોલિશ્ડ લઈને એન્ડ યુઝરને આપતા હોય છે.

અગાઉના ત્રણે તબક્કામાં એકબીજા વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેઓની ચેનલ ચાલુ રહે છે.પરંતુ એન્ડ યુઝરને પોતાનો વ્યવસાય ના હોવાથી તે પોતાની જરૂરિયાત કે શોખ મુજબ જવેલરી પરચેઝ કરતા હોય છે.જ્યારે અણધારી રીતે હીરાની કીંમત ખુબ ઉંચે જાય ત્યારે તેઓ વિસામણમાં પડી જાય છે અને ઓર્ડર હોલ્ડ પર મૂકી દે છે.પરિણામે આખી ચેનલ જે તંદુરસ્ત રીતે ચાલતી હોવી જોઈએ એ ચાલતી નથી.

પોલિશ્ડ માર્કેટ સ્ટેબલ હોય ત્યારે જવેલર્સ માટે સારો સમય ગણાય છે.જ્યારે પોલિશ્ડ માર્કેટમાં તેજી હોય ત્યારે તેઓ ધાર્યું કામ કરી શકતા નથી.જો કે દિવાળી પછીની તેજીમાં જે જ્વેલર્સ પાસે સ્ટોક હતો એ કમાયા છે. એવો માલ જે કોઈ માંગતું ના હોય, જૂનો, કટિંગ વિક, ક્લોઝ આઉટ, એક્સપોર્ટ રિજેક્શન કે પછી ઉંચી પડતરનો આ તેજીમાં જે પણ માલનો જેમની પાસે સ્ટોક હતો એમનો ખુબ સારી રીતે સારા નફાથી નિકાલ થયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.