ઉમદા કાર્ય / સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકીયાએ ગુજરાતમાં આ જગ્યા પર આટલા હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો, આની પાછળનું કારણ જાણીને તમને પણ આંચકો લાગશે

ટોપ ન્યૂઝ ગુજરાત

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ ખૂબ જ સુંદર કાર્ય શરૂ કર્યું છે. નાનામાં નાના માણસની ચિંતા કરનાર ગોવિંદભાઈ ધોળકિયાએ ગુજરાતના ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છેઆપણે બધા લોકો સુરત શહેરના ડાયમંડ કિંગ એવા ગોવિંદભાઇ ધોળકિયાને તો ઓળખીએ જ છીએ, ગોવિંદભાઇ ધોળકિયાએ તેમનું આખું જીવન સેવાના કાર્યમાં વિતાવી દીધું હતું, હાલમાં પણ ગોવિંદભાઇ ધોળકિયાએ સેવા માટેનું કામ શરૂ કર્યું હતું, ગોવિંદભાઇ ધોળકિયા હવે ગુજરાતના ડાંગ જિલ્લાના 311 ગામમાં હનુમાનજીના મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું.

જેમાંથી 14 મંદિરનું લોકાર્પણ પણ થઈ ગયું છે. એક વખત ઝાડ નીચે હનુમાનજીની મૂર્તિ ખંડિત હાલતમાં જોતા ગોવિંદભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. ત્યાર બાદથી તેમણે 311 મંદિર બનાવવાનો નિર્ધાર કર્યો હતો.એક સમયે ગોવિંદભાઇ ધોળકિયા અને ડાંગ વિસ્તારમાં રહેતા બાળકોને શિક્ષણ માટે સેવા કરનારા પીપી સ્વામી ત્યાંથી એક વખત પસાર થઇ રહ્યા હતા તે સમયે તેમને હનુમાનજીની મૂર્તિ જોવા મળી હતી, તે મૂર્તિ ખંડિત હતી,

ગોવિંદભાઈ ધોળકિયાના રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લામાં 311 જેટલા હનુમાન મંદિર બાંધવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે પૈકી 14 જેટલા મંદિરોનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે.તે જોઈને ગોવિંદભાઇ ધોળકિયાએ સ્વામીને પૂછ્યું કે અહીં આવા દ્રશ્યો કેમ જોવા મળે છે, તે પછી ગોવિંદભાઇ ધોળકિયાએ ડાંગના 311 ગામમાં હનુમાનજીના મંદિરો બંધાવવાનું નક્કી કર્યું હતું.

મંદિરોના નિર્માણ પાછળનો હેતુ હનુમાનજી મંદિરમાં લોકોમાં ભક્તિ, સેવા સ્મરણ,સાથે ગામની એકતા વધે અને વ્યસન મુક્તિ સહિત સંસ્કારના સમન્વય સાથે તીર્થ બને તેવા આશ્રયતગી આ ભગીરથ કાર્યની શરૂવાત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છેગોવિંદભાઇ ધોળકિયાએ આ મંદિરો બાંધવાનું નક્કી કરીને ગોવિંદભાઇ ધોળકિયાએ નિર્માણ યજ્ઞનો પણ પ્રારંભ કર્યો હતો, ગોવિંદભાઇ ધોળકિયાએ ચૌદ મંદિરનું તો લોકાર્પણ પણ કર્યું હતું, ગોવિંદભાઇ ધોળકિયાએ ડાંગ જિલ્લાના શુબિર તાલુકાના લહાર ઝાડદર ખાતે એકસાથે ચૌદ મંદિરનું લોકાર્પણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, રામકૃષ્ણ ચેરિટેબલના ફાઉન્ડર ચેરમેન એવા હીરા ઉદ્યોગપિત ગોવિંદ ધોળકિયાએ હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોયા બાદ મંદિરો બાંધવાનો સંકલ્પ લીધો છે.આથી ગોવિંદભાઇ ધોળકિયાએ અત્યાર સુધી ઘણા બધા સેવાના કામ કરીને માનવતા મહેકાવી છે, તેથી હાલમાં પણ ગોવિંદભાઇ ધોળકિયા ડાંગ જિલ્લાના 311 ગામમાં હનુમાન દાદાના મંદિર બનાવીને સેવાકીય કામ કરશે

સુરતનું રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ ડાંગ જિલ્લામાં 311 જેટલા હનુમાનજી મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે મંદિર બાંધવાના યજ્ઞનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે.મંદિરના નિર્માણ પાછળનો હેતુ એટલે લોકો મંદિરમાં આવીને ભક્તિ અને સેવાના કામ કરે અને તેમનું જીવન સુખેથી પસાર કરે, તેથી ગોવિંદભાઇ ધોળકિયા ત્રણસો અગિયાર ગામમાં હનુમાનજીના મંદિર બનાવશે.

જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના શુબિર તાલુકાના લહાર ઝાડદર ખાતે 14 મંદિરોનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. જેની પ્રાણપ્રતિષ્ઠા શ્રી રામજન્મભૂમિ ક્ષેત્રના અધ્યક્ષ ગોવિંદ દેવગિરી મહારાજના હસ્તે કરવામાં આવનાર છે. આ અંગે રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું છે કે પ્રકૃતિની ગોદમાં પાંગરેલો ડાંગ જિલ્લો અને ડાંગવાસીઓ કુદરતના ઉત્કૃષ્ટ સર્જનોમાનો એક ભાગ છે.

શબરી માતા અને ભગવાન શ્રીરામની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે “ડાંગ પ્રયાગ, હનુમાન યાગ “નામનો “હનુમાન યજ્ઞ “શરૂ કરવામાં આવ્યો છે. આ મંદિરોના નિર્માણ પાછળનો હેતુ હનુમાનજી મંદિર ભક્તિ, સેવા, સ્મરણની સાથે ગામની એકતા વધે અને વ્યસનમુક્તિ સહિત સંસ્કારના સમન્વય સાથે તીર્થ બની રહે તેવો આશ્રય ટ્રસ્ટનો છે.

રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા શહેરની જનતા માટે ગીતા જ્ઞાન રથ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજના વરદ હસ્તે શહેરની જનતા માટે અર્પણ કરવામાં આવ્યો છે. આ રથમાં પુસ્તકો થકી દરેકના ઘરે ભગવાનની ભાવના પહોંચે અને લોકો સુધી મૂળભૂત સંસ્કૃતિ અને ધાર્મિક ભાવના પહોંચે તે હેતુથી રથ તૈયાર કરાયો છે.

રૂપિયા 40 લાખના ખર્ચે તૈયાર થયેલા રથમાં તમામ પ્રકારના ધાર્મિક પુસ્તકો રાખવામાં આવ્યા છે. રથમાંથી કોઈપણ વ્યક્તિ ધાર્મિક પુસ્તક લઇ શકશે. પુસ્તક લીધા પછી તેમાં છપાયેલી કિંમત રથમાં મૂકવામાં આવેલા બોક્સમાં મૂકી શકશે. આ રથનો હેતુ પણ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક લાગણીના બીજ લોકોમાં સિંચન થાય તે માટેનો છે. જે આવનારી પેઢી માટે પણ દિશા સૂચક બની રહેશે..

શહેરના રામકૃષ્ણ ચેરિટેબલના ફાઉન્ડર ચેરમેન ગોવિંદ ધોળકિયા અને ડાંગમાં આદિવાસી બાળકોના શિક્ષણ માટે સેવા કરનારા પીપી સ્વામી એક વખત ત્યાંથી પસાર થતા હતા ત્યારે હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોવા મળી હતી. આ દૃશ્ય જોઈને ગોવિંદભાઈએ પૂછ્યું તો સ્વામીજીએ કહ્યું કે, અહીં આવાં દ્રશ્યો જોવા મળે છે.

બસ, આ દ્રશ્ય જોયા પછી ડાંગનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિરો બાંધવાના સંકલ્પ સાથે ગોવિંદભાઈએ નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના લહાન ઝાડદર (નાની ઝાડદર) ખાતે 14 મંદિરોનો લોકાર્પણ સમારોહ ગોવિંદ દેવગિરિ મહારાજ ના અધ્યક્ષ સ્થાને કરાયું છે.

વતન દુધાળા ગામની તમામ છત પર 2 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવી આપશેગોવિંદભાઈ એ પોતાના ગામ દુધાળા માટે સુંદર કામ કર્યું છે. દુધાળા ગામના લોકો વર્ષે કરોડો રૂપિયાનું વીજ બીલ ભરે છે. જેથી ગોવિંદભાઈએ નક્કી કર્યું છે કે તે દૂધાળા ગામે રહેતા તમામ પરિવારો માટે પોતાના ખર્ચે સોલાર સિસ્ટમ આપશે. જેથી લોકોના વીજબીલમાં વપરાતા પૈસા બચી શકે. જ્યારે, સમગ્ર ભારતનું દુધાળા ગામ પ્રથમ હશે કે જયાં આખું ગામ આવનારા દિવસોમાં સોલાર પ્લેટથી વીજળીનો ઉપયોગ કરશે. તેઓ 300 મકાનની છત પર 2 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવાશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.