મંદીના માહોલમાં લાગ્યો ચૂનો / સુરતના હીરા વેપારીને સોસીયલ મીડિયા પરથી યુવકને નોકરી પર રાખવો ભારે પડ્યો, જુઓ નોકરીના પહેલા જ દિવસે કંપનીને આટલા લાખ રૂપિયાનો ચૂનો લગાવી રફ્ફુ ચક્કર થઇ ગયો

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હીરા વેપારીને એક યુવકને નોકરી રાખવો ખુબજ ભારે પડી ગયો. યુવકે નોકરીના પહેલા દિવસે કર્યું એવું કામ કે વેપારીને એક દિવસમાં લાખો રૂપિયાનું નુકશાન થયું. સુરતના ધર્મેશ ભાઈ પોતાનો હીરાનો ઉદ્યોગ ચલાવે છે. તેમના મેનેજર નિકુંજ ભાઈને એક યુવકે સોસીયલ મીડિયા દ્વારા નોકરી માટે સંપર્ક કર્યો હતો.

તે યુવકનું નામ પ્રદીપ હતું. નોકરી માટે વાત કરવા માટે પ્રદીપને કંપનીમાં બોલાવવામાં આવ્યો હતો અને તેનો પગાર નક્કી કરવા માટે તેને થોડાક હીરાઓ આપ્યા હતા. જેનાથી તે જેવું કામ કરે તેવો તેને પગાર આપી શકાય પ્રદીપને નાઈટ શિફ્ટમાં બોલાવવામાં આવ્યો હતો. નોકરી ચાલુ થાયે ૫ કલાક જ થયા હતા.

રાત્રીના એક વાગે બાથરૂમ જવાના બહાને પોતાની સાથે ૨૦ લાખના હીરા લઈને પ્રદીપ નીચે ઉતર્યો હતો. ગેટ પર વોચમેન હોવાથી તે કમ્પાઉન્ડની દીવાલ કૂદીને ભાગી ગયો હતો.

જયારે આ વાતની જાણ નિકુંજ ભાઈને થઇ તો તેમને માલિક ધર્મેશ ભાઈને કરી અને તાપસ કરતા પર તેની કોઈ ભાલ ન મળતા. આખરે પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસ દ્વારા પ્રદીપને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અત્યારે ભલાઈનો જમાનો જ નહિ. યુવક પર દયા ખાઈને તેને નોકરી પર રાખવામાં આવ્યો હતો, પણ યુવકે નોકરીના પહેલા જ દિવસે ૨૦ લાખ રૂપિયાના હીરાની ચોરી કરીને કંપનીના માલિકોને દોડતા કરી દીધા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.