ગુજરાતના શિક્ષક ભાન ભૂલ્યા / શિક્ષકે અડધી રાત્રે વિદ્યાર્થીનીઓની હાજરીમાં કરી કર્યો એવો કાંડ કે જાણીને શિક્ષકને મારી મારીને ભૂત બનાવી દેશો

ગુજરાત

કોરોના મહામારીના સમયમાં સ્કૂલો બંધ રહેતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ ઓનલાઈન શિક્ષણમાં કેટલાંક વિદ્યાર્થીઓ ખોટા રવાડે ચઢ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે શિક્ષણક્ષેત્રે ફરી કલંકિત કરતો કિસ્સો નવસારીના જલાલપોરમાં બન્યો છે.

વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વપૂર્ણ છે પરંતુ ક્યારેક ટીચર ન કરવાના કામ કરી નાખતા હોય છે અને વિદ્યાર્થીઓને આટા પાટે ચડાવી દેતા હોય છે. જેના કારણે કૂમળા બાળકોનું મન દૂષિત અને વિકૃત કરી નાખતા હોય છે આવી જ એક ઘટના નવસારીના જલાલપોરની એક ખાનગી શાળાના વિદ્યાર્થી ગ્રુપમાં બની છે.

નવસારી(Navsari) ના જલાલપોરમાં એક વિચિત્ર પ્રકારની અને ગુજરાત(Gujrat) રાજ્યના શિક્ષણ જગતમાં શર્મસાર કરી દેતી એક ઘટના હાલ જલાલપોરની એક નામાંકિત શાળામાં બનવા પામી છે. જ્યાં એક શિક્ષકે ધોરણ ૦૭ ના વિદ્યાર્થીઓના વોટ્સેપ ગ્રુપમાં એડલ્ટ વિડીયો શેર કરી દીધો હતો. જેને લઈને ગ્રુપમાં રહેલી વિદ્યાર્થીનીઓ પણ ક્ષોભમાં મુકાઇ ગઈ હતી. વિદ્યાર્થીઓએ માતા પિતાને જાણ કરતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જલાલપોરની એક ખાનગી શાળાના વિદ્યાર્થી ગ્રુપમાં એડલ્ટ વિડીયો પીરસાતા શિક્ષણક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં ખાનગી શાળાના ધોરણ 7 ના ગ્રુપમાં શિક્ષકે જ એડલ્ટ વીડિયો મુક્યા હતા. શાળાના શિક્ષકે ગત મોડી રાત્રે (ગુરુવારે) એડલ્ટ વિડીયો મુકતા વિદ્યાર્થીનીઓ પહેલા તો ક્ષોભમાં મૂકાયા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ ઘટનાની જાણ પોતાના માતા-પિતાને કરતા વાલીઓમાં શાળાના શિક્ષક સામે આક્રોશ ફેલાયો છે.

શાળાના વાલીઓએ સમગ્ર ઘટનાને પગલે સ્કૂલના આચાર્યને ફરિયાદ કરી છે અને દોષિત શિક્ષક સામે આકરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. પરંતુ હજુ સુધી સ્કૂલ તરફથી કોઈ કાર્યવાહી ન થતાં શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવા વાલીઓ તૈયારી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉદયપુરની એક ખાનગી શાળામાં ધોરણ 10ના ઓનલાઈન વર્ગમાં શિક્ષક દ્વારા અશ્લીલ વીડિયોની લિંક શેર કરવામાં આવી હતી. ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહેલા વિદ્યાર્થીઓને તો એમ કે ટીચરે તેમના ભણતર કે લેશન સંબંધિત લીંક શેર કરી છે એટલે વિદ્યાર્થીઓ તો ધડાધડ લીંક ઓપન કરવા લાગ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ પણ આ વીડિયો જોયો હોવાનું પણ કહેવાય છે. કેટલાક વિદ્યાર્થીઓએ આ અંગે વાલીઓને જાણ કરતા તેઓ આઘાત પામ્યા હતા અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી.

અત્યત ધ્રુણાસ્પદ કહી શકાય તેવી આ ઘટના બાદ ઘણાં બધા સવાલો સામે આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું શિક્ષકે જાણી જોઇને આ વિડીયો પોસ્ટ કર્યો? કે તેમનાથી ભૂલ થઇ ? કારણકે વિડીયો પોસ્ટ થવાના લાંબા સમય બાદ પણ તેને રીમુવ નોહતો કરાયો.એક જવાબદાર શિક્ષક આવી બીભત્સ ભૂલ કઈ રીતે કરી શકે? શું બાળકોનું મગજ ભ્રમિત કરતી પોસ્ટ બાદ શિક્ષણ જગત આ શિક્ષક સામે શું પગલા ભરશે?

મીડિયાની શાળાના પ્રિન્સીપાલ સાથે થયેલી વાતચિતમાં તેઓ જણાવે છે કે, શિક્ષકના આવા શર્મસાર કૃત્ય કરવાના કારણે શાળાનું નામ પણ ખરાબ થયું છે. જેના લીધે શાળા પરિવાર,વાલીઓ, બાળકો ચિંતામાં મુકાયા છે. ત્યારે શાળા પરિવાર આ શિક્ષક વિરુધ્ધ ખાસ સખત પગલા ભરશે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનાર્વર્તન થાય નહિ. હવે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ શિક્ષક વિરુદ્ધ કેવા પગલા ભરવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.