શહેરના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં આવેલ સંતોષ પાર્ક સોસાયટી બહાર બુધવારના રોજ રાત્રે એક કાર જોરદાર ધડાકા સાથે ડિવાઈડરમાં અથડાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એટલું જ નહીં પણ અકસ્માત(Accident)ના ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવતા ચાલકને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પણ ચાલકને બચાવી શકાયો નહોતો. મૃતક યુવરાજ રેડીમેન્ટ ગારમેન્ટનો વેપારી હોવાનું અને બે મહિના પહેલા જ ભરૂચથી સુરત વેપાર માટે શિફ્ટ થયો હોવાનું પરિવાર દ્વારા જાણવા મળ્યું છે.
અકસ્માતના 4 કલાક બાદ પરિવારને થઈ જાણ: મૃતકના ભાઈ ભાવેશ રાણાએ જણાવતા કહ્યું હતું કે, ભાઈ યુવરાજ દેવેન્દ્રસિંહ રાણા બે મહિના અગાઉ જ પત્ની અને બે દીકરીઓ સાથે ભરૂચથી સુરત ડીંડોલી આવ્યો હતો. ત્યારબાદ તેમણે ઘર નજીક રેડીમેન્ટ ગારમેન્ટની દુકાન શરૂ કરી હતી. અકસ્માતગ્રસ્ત કાર તેની ખુદની હતી. અકસ્માત અંગેની વધારે અમે કશું પણ જાણતા નથી. ઘટનાના લગભગ 4 કલાક બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. જેને લીધે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
કારને થયું મોટું નુકસાન: નજરે જોનાર સ્થાનિક યુવકે જણાવતા કહ્યું હતું કે, ખબર નહિ શુ થયું હશે કે, કાર ધડાકાભેર ડિવાઈડરમાં ઘુસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના રહેવાસીઓ બધા જ દોડી આવ્યા હતા. કારની બોનેટ આખું ડ્રાઇવર બાજુ ઘુસી ગયુ હતું. જેમ તેમ કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે કોઈ સારવાર મળે તે પહેલાં જ એનું કરુણ મોત નીપજ્યું હતું.
સુરતના ડિંડોલીના સંતોષ પાર્ક સોસાયટી બહાર બુધવારની રાત્રે એક કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પલેક્સની આગળની બાજુ અથડાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એટલું જ નહીં પણ અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવતા ચાલકને મહા મુસીબતે બહાર કાઢ્યા બાદ પણ બચાવી શક્યા ન હતા. મૃતક યુવરાજ રેડીમેન્ટ ગારમેન્ટનો વેપારી હોવાનું અને બે મહિના પહેલા જ ભરૂચથી સુરત વેપાર માટે શિફ્ટ થયો હોવાનું પરિવારે જણાવ્યું હતું.સમગ્ર અકસ્માત CCTVમાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવેશ રાણા (મૃતકના ભાઈ)એ જણાવ્યું હતું કે, ભાઈ યુવરાજ દેવેન્દ્રસિંહ રાણા બે મહિના પહેલા જ પત્ની અને બે દીકરીઓ સાથે ભરૂચથી સુરત ડીંડોલીમાં સ્થાયી થયો હતો. ત્યારબાદ ઘર નજીક રેડીમેન્ટ ગારમેન્ટની દુકાન શરૂ કરી હતી. અકસ્માતગ્રસ્ત કાર એની પોતાની હતી. અકસ્માત બાબતે વધારે કશું પણ જાણતા નથી. ઘટનાના લગભગ 4 કલાક બાદ પરિવારને જાણ કરાઈ હતી.જેથી પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો.
નજરે જોનાર સ્થાનિક યુવકે કહ્યું હતું કે, ખબર નહિ શુ થયું હશે કે, કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પલેક્સ આગળ ઘુસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી બધા જ દોડી આવ્યા હતા. કારની બોનેટ આખું ડ્રાઇવર સાઈડમાં ઘુસી ગયુ હતું. જેમ તેમ કાર ચાલકને બહાર કાઢ્યો હતો. જોકે કોઈ સારવાર મળે તે પહેલાં જ એનું મોત નીપજ્યું હતું.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=4634504696636725 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!