‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફરી વિવાદમાં / ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ જ ભાજપના નેતાને આપી દીધી વોર્નિંગ, જાણો શા માટે જાતે કરીને વિવાદ કરવા માંગે છે ફિલ્મના ડાયરેક્ટર

ટોપ ન્યૂઝ બોલિવૂડ

ફિલ્મના ડિરેક્ટરે ભાજપના નેતાને આપી વોર્નિંગ તો યુઝર વિવેક અગ્નિહોત્રી પર ભડક્યા અને ‘BOYCOTT’ ની માંગ કરી, જુઓ એવું તો શું કરી રહ્યા છે કે વિવેક અગ્નિહોત્રી જાતે કરીને વિવાદ ઉભો કરવા માંગે છે. આના પેહલા પણ વિવેક અગ્નિહોત્રીએ કોમેડી કિંગ કપિલ શર્મા અંગે ટ્વિટ કરીને વિવાદ ઉભો કર્યો હતો ત્યારે પણ યુઝર્સે ‘કપિલ શર્મા શોને ‘BOYCOTT’ કર્યો હતો. પરંતુ ફિલ્મના અભિનેતા અનુપમ ખેરે એક TV ઇન્ટરવ્યૂમાં ખુદ કબુલ્યું કે અમે ‘કપિલ શર્મા શો’ ( The Kapil Sharma Show)માં જવાની ના પાડી ત્યારે યુઝર્સે કપિલનો વિરોધ બંધ કર્યો અને ફરી વિવેક અગ્નિહોત્રીનું પોપટ થયું હતું. જુઓ ડાયરેક્ટરે શું આપી ભાજપના જ નેતાને વોર્નિંગ કે સૌ કોઈ વિરોધ કરી રહ્યા છે. 

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કમાણીમાં રોજેરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની વાત કરવામાં આવી છે. તાજેતરમાં જ હરિયાણાના પૂર્વ ધારાસભ્યે આ ફિલ્મને મફતમાં બતાવવાની જાહેરાત કરી હતી. આ પોસ્ટર વાઇરલ થયા બાદ વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે આ ક્રાઇમ છે.

વિવેક અગ્નિહોત્રીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને મફતમાં બતાવવા અંગે એક સો.મીડિયા પોસ્ટ શૅર કરી છે. વિવેકે પોસ્ટ શૅર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું છે, ‘હરિયાણાના રેવાડીના અધ્યશ્ર કેશવ ચૌધરી, યુવા નેતા મુકેશ યાદવ તથા પૂર્વ ધારાસભ્ય રણધીર સિંહ કાપડીવાસ સાથે મળીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને બિગ સ્ક્રીન પર મફત બતાવવાની વાત કહી રહ્યા છે. પોસ્ટરમાં જગ્યા તથા સમય લખીને લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પોસ્ટર જ્યારે વિવેક અગ્નિહોત્રી પાસે આવ્યું તો તેણે તરત જ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલને વિનંતી કરીને આને રોકવાનું કહ્યું હતું. વિવેકે કહ્યું હતું, ‘સાવધાન, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને આ રીતે જાહેરમાં તથા મફતમાં બતાવવી ગુનો છે. પ્રિય મનોહરલાલજી, હું તમને વિનંતી કરું છું કે આને રોકો. પોલિટિકલ લીડર્સે ક્રિએટિવ બિઝનેસને માન આપવું જોઈએ. સાચી દેશભક્તિ તથા સમાજસેવાનો અર્થ છે કાયદાકીય તથા શાંતિપૂર્ણ રીતે ટિકિટ ખરીદવી જોઈએ.’

આ પોસ્ટ પર એક યુઝરે વિવેક અગ્નિહોત્રીની વાતને ખોટી ગણાવી હતી. તેણે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ શ્રમિકોને પણ આ ફિલ્મ બતાવી રહ્યા છે અને વિવેકે આ વાતથી ખુશ થવું જોઈએ.

જોકે, જો તમારી પાસે કોઈ ફિલ્મના રાઇટ્સ નથી તો તમે ફિલ્મને જાહેરમાં વગર ટિકિટે બતાવી શકો નહીં. આ પાયરસી કહેવાશે. વિવેક અગ્નિહોત્રી આ વાત સમજાવવાનો પ્રયાસ કરે છે.

9મા દિવસે 24.80 કરોડની કમાણી કરી
11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં નવમા દિવસે ફિલ્મે 24.80 કરોડની કમાણી કરી છે. આ પહેલાં ફિલ્મે આઠમા દિવસે 19.15 કરોડ, સાતમા દિવસે 18.05 કરોડ, છઠ્ઠા દિવસે 19.05 કરોડ, પાંચમા દિવસે 18 કરોડ, ચોથા દિવસે 15.05 કરોડ, ત્રીજા દિવસે 15.10 કરોડ, બીજા દિવસે 8.50 કરોડ તથા પહેલા દિવસે 3.55 કરોડની કમાણી કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.