અરરર / ગુજરાતના ગર્વને છિન્નભિન્ન કરે તેવી ઘટના, જુઓ જંગલના રાજાને રખડતા કુતરાની જેમ દોડાવી કર્યું એવું કે વિડિઓ જોઈને તમે પણ ખિજાઈ જશો : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

એશિયાટિક લાયન માત્ર ગુજરાતમાં હોવાનો ગર્વ ગુજરાતની જનતા હંમેશાથી લેતી આવી છે. એશિયાટિક સિંહોનું જ્યાં એક તરફ સંવર્ધન કરવાની વાત કરાય છે, ત્યાં બીજી તરફ જંગલના રાજાનું જ ઘોર અપમાન કરાઈ રહ્યું છે. ગીરના જંગલમાં ફરી એકવાર સિંહોની પજવણીનો કિસ્સો બન્યો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

ખાંભાના ડેડાણ નજીક સિંહની પજવણી કર્યાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં માનવે વિકૃતિની હદ વટાવી છે. જંગલના રાજાને રખડતા કૂતરાની જેમ દોડાવ્યો છે. ગુજરાતના ગર્વને છિન્નભિન્ન કરે તેવી આ ઘટના છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

અમરેલીના હાઈવે પર એક બાઈક ચાલકે 2 સિંહોની પાછળ બાઈક દોડાવીને તેમની પજવણી કરી છે. દેશની શાન ગણાતા સાવજની પજવણી કરવી એ વાઈલ્ડલાઈફ એક્ટ મુજબ ગંભીર ગુનો બને છે. ઘટનાની ગંભીરતા લઈ ધારી ગીર પૂર્વ વનવિભાગે તપાસના આદેશ આપ્યા છે.

વનવિભાગ દ્વારા બાઇક ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. ટીખળખોરોએ એશિયાટિક સિંહોની શ્વાન જેવી હાલત કરી હતી અને પોતે વિકૃત આનંદ માણ્યો હતો. તેમજ તેનો વીડિયો બનાવીને શેર પણ કર્યો. ધારી DCF રાજદીપ સિંહ ઝાલા દ્વારા ખાંભા તુલસીશ્યામ રેન્જને તપાસ કરવા આદેશ આપ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.