આગમાં ‘ઘી’ નાખ્યું / સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો, હવે ગાદી વિવાદ વચ્ચે આચાર્ય રાકેશપ્રસાદે એવો કટાક્ષ કર્યો કે મચ્યો ખળભળાટ : જુઓ વાઇરલ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

હાલમાં રોજ કંઈક ને કંઈક વિવાદોથી સોખડાનું સ્વામિનારાયણ મંદિર ઘેરાયેલું હોય છે. જુઓ આ વિવાદની વચ્ચે સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલના ગાદીપતી આચાર્ય રાકેશપ્રસાદના નિવેદન બાદ અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.

24 માર્ચે ગઢડાના ખોપાળા ગામે પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલના ગાદીપતી આચાર્ય રાકેશપ્રસાદ આ કાર્યક્રમમાં કટાક્ષ કર્યો હતો. જેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદે કહ્યું કે, ગાદી પર અમારુ નક્કી નહીં, કલમ લાગે તો ઘરે જવું પડે.

ગાદી સ્થાનને લઇને આચાર્ય રાકેશપ્રસાદે કરેલા કટાક્ષથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. મહત્વનું છે કે, હાલ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગાદી સ્થાનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. વીડિયોમાં આચાર્ય રાકેશપ્રસાદે કહી રહ્યા છે કે, ‘વિવેક સ્વામી બોલ્યા શું કરીએ… ક્યાં જઇએ… અમે પણ અધ્ધરતાલ જ છીએ, હવે અમે વિચારીએ અમારું શું થશે… તમારો તો આ પણ પરિવાર છે… નોકરી મૂકીને આવ્યા હવે શું કરવાનું… કાલે નવી કલમ આવે કે બરખાસ્ત… તો સ્વામી આપણે બરખાસ્ત… તમારી સાથે એવું થાય ત્યારે હું તમારી સાથે અને મારી સાથે થાય ત્યારે તમે મારી સાથે…’

જાણો શું હતો વિવાદ?
સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ થઇ રહી છે. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદી ખાલી પડી હતી. પ્રબોધ સ્વામી ગ્રુપના સંતોને મંદિરના સફાઇ સેવક બનાવી દીધા છે. વહીવટ પર પ્રેમસ્વરૂપ સ્વામી જૂથનું શાસન છે. જેને લઇને હવે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ ચાલી રહી છે. યોગી ડિવાઇન સોસાયટી હોદ્દેદારો પણ મામલો ઉકેલવામાં અસમર્થ રહ્યા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=1133258690772050 )

ગાદી મેળવવાનો ખેલ મંદિર ટ્રસ્ટની કરોડોની સંપત્તિ જવાબદાર છે. દેશ-વિદેશના હરિભક્તોના દાનથી સોખડા મંદિરનું નિર્માણ થયું છે. સંતોના બે જૂથની જેમ હરિભક્તો પણ બે જૂથમાં વહેંચાયા છે. સોખડા ગાદીનો ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે. હરિપ્રસાદ સ્વામીની હયાતીમાં મંદિરના પગથીયા ઘસતા નેતાઓએ પણ રસ્તો બદલ્યો. એકપણ નેતા વિવાદ ઉકેલવામાં નથી લઈ રહ્યાં રસ. ગાદી મેળવવા 2 જૂથના શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. વેબસાઇટ પરથી પ્રબોધ સ્વામીની તસવીરો હટાવી લેવાઇ છે. તો સુરત પાસે સંમેલનમાં 136 ઘર મંદિરમાં પ્રબોધ સ્વામીની મૂર્તિ મુકાશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.