પશુપાલકોને સુમુલ ડેરીનું મોટું દિવાળી બોનસ, દૂધના ભાવમાં આટલો વધારો જાહેર કર્યો, જાણો ક્યારથી લાગુ પડશે નવા ભાવ

ટોપ ન્યૂઝ સુરત

સુરતની ફેમસ સુમુલ ડેરીએ જિલ્લાના અઢી લાખ પશુપાલકોને મોટી દિવાળી ભેટ આપી છે. સુમુલ ડેરીએ સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો છે. સુમુલ ડેરીએ ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા વધારો કર્યો છે. તો ગાયના ભાવમાં કિલો ફેટે રૂપિયા 10 નો ભાવ વધારો કર્યો છે.

સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આ ખબરથી ખુશીનો માહોલ છવાયો છે. નવો ભાવ વધારો 1 નવેમ્બર 2022થી લાગુ પડશે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે જણાવ્યું કે, સુરત જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખી અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યો છે.

સુમુલ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી પશુપાલકોને મલી રહેલ દૂધના ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પણ દેશમાં દૂધના સૌથી વધારે ભાવ સુમુલ ડેરી આપી રહી છે. જ્યારે સુમુલ ડેરી દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે.

સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને વધારો જાહેર કરાયો છે.

ગાયના ફેટમાં કિલોએ 740 હતા, તે વધીને 750 રૂપિયા થયા છે, ભેંસના કિલો ફેટે 760 હતા, તેમાં 20 રૂપિયાનો વધારો થતા 780 રૂપિયા થયા છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *